GSTV

25 દિવસથી વરસાદ ન પડતા સાબરકાંઠાના ખેડુતોની હાલત કફોડી

સાબરકાંઠામાં એક મહિના પહેલા આવેલા વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોએ વાવણી તો કરી દીધી છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘાદાટ બિયારણ અને ખાતરનો ખર્ચ પણ હાલ ખેડૂતોને ભારે પડી રહ્યો છે. હજુ પણ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોની હાલત કફોડી બની શકે તેમ છે. સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતોએ કુલ 1 લાખ 75 હજાર હેક્ટરની આસપાસ વાવેતર કર્યુ છે. પરંતુ છેલ્લા 25 દિવસથી વરસાદનુ એક ટીંપુય ન પડતા ખેડૂતોના પાક સાથે ખેડૂત પણ મુરઝાઈ રહ્યો છે. એક તો મગફળી અને કપાસના પાક પાછળ મોંઘીદાટ દવાઓ, બિયારણ અને ખાતરનો ઉપયોગ કર્યો તો સામે કાતરા નામની જીવાતે નુકશાન કર્યુ હતુ. હવે પાણીની ઉણપથી પાક મુરઝાઈ રહ્યો છે.

વધુ પડતી ગરમીને લઇને જળાશયો સુકાઈ ગયા છે. કુવા કે જળાશયોમાં પણ પાણી નથી. જેના કારણે મગફળી અને કપાસનો પાક સુકાઈ રહ્યા છે. પાંચ દિવસની અંદર જો વરસાદ ન પડે તો મગફળી અને કપાસનો પાક નષ્ટ થઈ જાય તેવુ ખેડૂતો માની રહ્યા છે. આ વર્ષ જાણે કે ખેડૂતો માટે ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વગર પાક સુકાઈ રહ્યો છે અને બીજી બાજુ કાતરા નામની જીવાતે પણ આક્રમણ કર્યુ છે. હજુ જો વરસાદ પાછો ખેંચાશે તો ચોક્કસ પણે ખેડૂતોની ખેતીમાં મોટા પાયે નુકશાન થાય તેમ છે.

READ ALSO

Related posts

એવુ તે શું છે કે, દુનિયાના આ દેશોમાં એન્ટ્રી નથી કરી શક્યો કોરોના વાયરસ ?

Ankita Trada

કોરોનાનો હાહાકાર: રાજ્યમાં કુલ 84 પોઝિટીવ કેસ નોંધાયા

pratik shah

કોરોનાના ખતરા વચ્ચે ખુશખબરી! સરકારી બેન્ક બાદ આ ખાનગી બેન્કો પણ 3 મહિના સુધી નહી લે લોન EMI

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!