GSTV
Home » News » ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા,વિશ્વની ટોચની કંપનીને અબજો રૂપિયાનો દંડ લગાવશે

ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા,વિશ્વની ટોચની કંપનીને અબજો રૂપિયાનો દંડ લગાવશે

ભારતમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ વિરુદ્ધ નિયમોનાં ભંગ બદલ તપાસ હાથ ધરી છે. આ અગાઉ યુરોપિયન યુનિયને નિયમભંગ કરવા બદલ ગૂગલને 5 ડોલરનો દંડ ફટકાર્યો હતો. જો કે યુરોપિયનના આ ચુકાદા સામે ગૂગલે અપીલ કરી છે. CCIએ ગૂગલ પર તેની કુલ આવકનાં 5% જેટલો દંડ ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશની એન્ટી -ટ્રસ્ટ વોચડોગ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ અલ્ફાબેટની કંપની ગૂગલ વિરૂધ્ધ તપાસનો આદેશ આપ્યો છે. પ્રતિસ્પર્ધિઓને બ્લોક કરવા અને તેના લોકપ્રિય એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો કથિત રીતે દુરઉપયોગને લઈને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ગૂગલ વિરુદ્ધ નિયમભંગ કરવાની ત્રણ મુખ્ય ફરિયાદો મળી હતી જેને આધારે યુરોપ અને ભારતમાં દંડ ફટકારવામાં આવ્યો હતો.

ત્યારે પ્રથમ ફરિયાદ મુજબ ગૂગલે પોતાના ગૂગલ સર્ચ અને ક્રોમ બ્રાઉઝરને દરેક એન્ડ્રોઇડ મોબાઈલમાં પ્રિઇન્સ્ટોલ કરી દીધા છે જેને કારણે કઇંપણ સર્ચ કરો તેનો સીધો ફાયદો ક્રોમને મળે છે. બીજી ફરિયાદ મુજબ એન્ડ્રોઇડમાં સ્વતંત્ર ઓપન સોર્સ કોડ દાખલ કરવામાં આવે છે. પરંતુ ગૂગલ દ્વારા મોબાઈલ ઉત્પાદક કંપનીઓને પોતાનો ગૂગલ કોડ આપીને તેને દાખલ કરવાની સૂચના આપવામાં આવે છે.

આ ઉપરાંત મોબાઈલ ઉત્પાદકો પર એન્ડ્રોઇડના સ્ટોક વર્ઝનને વેચવા માટે ગૂગલ દબાણ કરી રહ્યું હતું. ત્રીજી ફરિયાદ મુજબ ગૂગલ પોતાના પ્રતિસ્પર્ધીને સર્ચ એન્જીનમાં બ્લોક અથવા હાઇડ કરી દે છે. આ ત્રણેય બાબતોને ધ્યાનમાં લઈને ભારતમાં ગૂગલને દંડ ફટકારવામાં આવી શકે છે. ફેબ્રુઆરી 2018માં CCIની તપાસમાં ગૂગલ દોષિત સાબિત થયું ત્યારે તેની પર કુલ આવકના 5% જેટલો દંડ ફટકારાયો હતો. ભારતમાં 2017-18ના એક વર્ષના સમયગાળા દરમિયાન ગૂગલની આવકમાં 30%ની વૃદ્ધિ નોંધાઈ છે જે લગભગ 9338 કરોડ જેટલી છે. ભારતમાં એન્ડ્રોઇડની લોકપ્રિયતા જોતા ગૂગલને વધુ નુકશાન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

Made In Chinaનું ટ્રેલર રિલીઝ, રાજકુમાર રાવનો જોવા મળ્યો દમદાર રોલ

Dharika Jansari

દંગલના ડાયરેક્ટર રામાયણ પર ફિલ્મ બનાવી રહ્યાં છે જેમાં પ્રભાસ હશે….

pratik shah

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!