કંપની લૉન્ચ કરશે Kawasaki Ninja ZX-6R, ફિચર્સ જાણીને થઈ જશે ખરીદવાનું મન

ટુવિલર વાહન કંપની કાવાસાકીએ 2019 Ninja ZX-6R સુપરસ્પોર્ટ બાઈકની લોન્ચિગનો ખુલાસો કરી દિધો છે. કંપની આ બાઈકને ભારતમાં આવતા વર્ષે એટલે કે 2019માં લૉન્ચ કરશે અને તેને ધણા નવા ફિચર્સ સાથે લૉન્ચ કરવામાં આવશે. કંપનીએ આ બાઈકમાં નવા ડિઝાઈનના એનાલોગ- ડિઝીટલ ઈન્સ્ટ્રુમેન્ટ કલ્સ્ટરને લગાવ્યું છે. આ ઈન્સ્ટ્રુમેન્ટ કલ્સ્ટરમાં માઈલેજ, ફ્યુલ ગેઝ અને રિમેનિંગ રેજ જેવા ફિચર્સ જોવા મળી શકે છે. આ ઉપરાંત 2019 Kawasaki Ninja ZX-6Rમાં નવું અપડેટેડ 12 વોલ્ટનું પાવર સોકેટ પણ લગાવવામાં આવ્યું છે. જોકે આવિશે કોઈ જાણકારી હાલમાં સામે આવી નથી.

636 સીસીનું એન્જીન

2019 Kawasaki Ninja ZX-6Rમાં 636 સીસી લિક્વિડ-કુલ્ડ, એનલાઈન ફોર- સિલિન્ડર એન્જીન લગાવવામાં આવ્યું છે જે 128 બીએચપીનો પાવર અને 70.8 ન્યુટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે. આ એન્જીનને 6-સ્પીડ ગીયરબોક્સથી સજ્જ કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ સિસ્ટમ

બ્રેકિંગમાં બાઈક ઉપરાંત વ્હીલમાં 310 મીમીના ડિસ્ક બ્રેક અને પાછળના વ્હીલ્સમાં 210 મીમીના ડિસ્ક બ્રેક આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે આમા એબીએસ સ્ટેડર્ડની રીતે આપવામાં આવશે.

આક્રમક ડિઝાઇન

2019 Kawasaki Ninja ZX-6Rમાં આગળનો ભાગ નિન્જા 400ની જેમ જ શાર્પ અને આક્રમક છે. આના ફ્રંટમાં નવી ડિઝાઈનની હેડલાઈટ લગાવવામાં આવી છે. અને તેમાં નવા ફેયરિંગ અને ડેકલ્સ લગાવવામાં આવ્યા છે. તેની પાછળનો ભાગ હાલના મોડલ કરતા વઘુ શાર્પ દેખાય છે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter