GSTV
News Trending World

કર્મચારી પર નજર રાખવા માટે કંપનીએ ટોયલેટમાં લગાવ્યા કેમેરા, ફોટો થયા લીક!

સ્ટાફ પર નજર રાખવા માટે એક કંપનીના બોસે ટોયલેટમાં પણ કેમેરા લગાવ્યા હતા. બોસને શંકા હતી કે ટોયલેટમાં સ્ટાફ ધૂમ્રપાન કરે છે અને ફોન પર ઘણો સમય વિતાવે છે. ટોયલેટના કેટલાક ફોટો ઓનલાઈન લીક થયા બાદ સોશિયલ મીડિયા પર બોસની ટીકા થઈ રહી છે.

જો કે, ફોટા સામે આવ્યા હોવા છતાં, કંપનીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કંપનીએ બાથરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા નથી.

ટોયલેટ

મામલો દક્ષિણ ચીનના એક શહેરનો છે. અહીંની એક ટેક કંપની પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. રેડ સ્ટાર ન્યૂઝના અહેવાલ મુજબ, ટોયલેટમાં બ્રેક ટાઈમ વિતાવતા કર્મચારીઓના ત્રણ ફોટા લીક થયા હતા અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

ત્રણેય ફોટામાં, ત્રણ અલગ-અલગ પુરુષો શૌચાલયમાં ધૂમ્રપાન કરતા અને ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ આ ત્રણ ફોટાનો ઉપયોગ અન્ય કર્મચારીઓને ચેતવણી આપવા માટે કર્યો હતો. જેથી અન્ય લોકો કંપનીની પોલિસી ના તોડે.

પરંતુ આ ફોટાને કારણે કંપની સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કર્મચારીઓની ગોપનીયતા પર સવાલ ઉઠાવીને લોકો કંપનીને નિશાન બનાવતા જોવા મળ્યા હતા.

ટોયલેટ

એક યુઝરે લખ્યું- આ કૃત્ય માટે કંપનીને સજા થવી જોઈએ. બીજાએ લખ્યું – તે લોકો માણસો સાથે પણ પ્રાણીઓની જેમ વર્તે છે. ત્રીજાએ કંપનીની આ કાર્યવાહીને ડરામણું સ્વપ્ન જેવું જણાવ્યુ.

રિપોર્ટ અનુસાર કેમેરામાં કેદ થયેલા બે લોકોને કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જ્યારે બાકીના બોનસ કાપી લેવામાં આવ્યા છે અને તે લોકોને કંપની દ્વારા છેલ્લી ચેતવણી આપવામાં આવી છે.

આ નિર્ણય પર, કંપનીએ કહ્યું છે કે કર્મચારીઓએ લક્ષ્મણ રેખા પાર કરી હતી. તેથી તે કડક કાર્યવાહીને પાત્ર હતો.

રેડ સ્ટાર ન્યૂઝ સાથેની વાતચીતમાં, સ્ટાફ મેમ્બરે કહ્યું – ચોક્કસ કેટલીક ખાનગી ક્ષણો કેમેરામાં કેદ કરવામાં આવશે, પરંતુ પ્રમાણિક કહું તો, આ નીતિના ફાયદા અને ગેરફાયદા બંને છે.

READ ALSO;

Related posts

ક્યારેક બ્રાલેટ પર સાડી બાંધી તો ક્યારેક પબ્લિકમાં ખોલ્યુ પેન્ટનું બટન! ઉર્ફીએ વટાવી દીધી બોલ્ડનેસની તમામ હદ

Hemal Vegda

ગુજરાત ચૂંટણી/ ભાજપ હાર્ડકોરને બદલે સોફ્ટ હિન્દુત્વના પંથે, મોદીએ આ મુદ્દાઓને સાઈડલાઈન કરી દીધા

HARSHAD PATEL

આ મંદિરનો પ્રસાદ ખાવાથી મળે છે અસાધ્ય રોગથી છુટકારો, પ્રતિદિન ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર

Damini Patel
GSTV