GSTV
Home » News » સોમનાથમાં કલેક્ટરનાં જાહેરનામાનો છડેચોક ભંગ, ગમે ત્યારે થઈ શકે છે દુર્ઘટના

સોમનાથમાં કલેક્ટરનાં જાહેરનામાનો છડેચોક ભંગ, ગમે ત્યારે થઈ શકે છે દુર્ઘટના

ગીર સોમનાથના સમુદ્રમાં ન્હાવા જવા પર કલેકટરે મનાઇ ફરમાવી છે. તેમ છતાં સહેલાણીઓએ જાહેરનામાનો ભંગ કરીને ન્હાવાની મોજ માણી હતી. કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું હોવા છતાં કલેકટરનાં જાહેરનામાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે. સોમનાથનો સમુદ્રનો કિનારો પ્રથમ દ્રષ્ટિએ છીછરો દેખાઇ છે. પરંતુ થોડા અંદર જતા સમુદ્રમાં બહુજ મોટા વજનદાર ખડકાળ પત્થરો છે. જેથી સમુદ્રમાં ન્હાવા પડતા અને પગ બોળતા દર્શનાથી સહેલાઇથી બહાર આવી શકતા નથી.

સાથો સાથ આ વિસ્તાષરમાં આવતા સમુદ્રના મોજા વાંકાચુંકા તેમજ ઘાતક હોય છે. હાલમાં આ જગ્યાએ નવી ચોપાટી બનાવવાનું કામ શરૂ થયું છે. અહીં રહેલા મોટા પત્થરના કારણે કોઇ પણ વ્યક્તિ તેના પરથી લપસી સમુદ્રમાં ડુબી જાય તેવી શક્યતાઓ છે. આમ છતાં જાહેરનામાનો ભંગ કરી લોકો સમુદ્રની મોજ માણી રહ્યા છે.

READ ALSO

Related posts

જૂનાગઢમાં કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા ભાજપમાં જોડાતા, કોંગ્રેસે લગાવ્યા આ આક્ષેપો

Mansi Patel

વડોદરાના તળાવોના પાણી સ્વચ્છ અને દુર્ગંધ રહિત કરવા માટે 1.83 કરોડના એમઓયુ થયા સાઈન

Kaushik Bavishi

હવે બોટલ બંધ ફ્રેશ હવા મળશે બજારમાં, ખરીદો હિમાલયની પ્રકૃતિની તાજા હવા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!