GSTV

એમપીના સીએમ કમલનાથ સાથે જ્યોતિરાદિત્યનો વિવાદ સોનિયા સુધી પહોંચ્યો, ભાજપ માટે મોકો ઉભો થયો

Last Updated on February 15, 2020 by Mayur

મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિંયા વચ્ચે ચાલતી કોલ્ડ વોર વધુ વકરી છે. સિંધિયાએ રાજ્યના શિક્ષકોના આંદોલનને ટેકો જાહેર કરી તેમના માટે રસ્તે ઉતરવાનું એલાન કરતા એમપીનુ રાજકારણ ગરમાયુ છે. સિંધિંયાના આ એલાન બાદ કમલનાથે પણ તેમની પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે મેનિફેસ્ટો પાંચ વરસ માટેનો હોય છે ન કે પાંચ મહિના માટે.

શુક્રવારે કમલનાથે દિલ્હીમાં કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. જ્યાં જયોતિરાદિત્ય સિંધિંયાએ રાજય સરકાર સામે અખત્યાર કરેલા વલણને લઇને સ્પષ્ટ નારાજગી વ્યકત કરી હતી.મહત્વનુ છે કે ગુરૂવારે સિંધિંયાએ એમપીના ટીકમગઢના ગામમાં ગેસ્ટ ટીચર્સને સંબોધિત કર્યા હતા. જ્યાં તેમણે કહ્યુ હતુ કે મેનિફેસ્ટોના વાયદા પૂર્ણ રીતે અમલી નહી થાય તો તેઓ રસ્તા પર ઉતરશે. તેમણે આ લડતમાં ગેસ્ટ ટીચર્સની જરૂર પડે ઢાલ કે પછી તલવાર બનવાનો વિશ્વાસ પણ આપ્યો હતો.

READ ALSO

Related posts

સુકન્યા સમૃદ્ધિ યોજના: જો આપ પણ દિકરી માટે ખોલાવા માગો છો ખાતુ તો આટલા ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણી લો આ નિયમ

Pravin Makwana

Tokyo Olympics 2020/ લેડી ગાગાની હમશકલને જોઈ યુઝર્સ થયા હેરાન, તમે પણ વિશ્વાસ નહિ કરશો

Damini Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!