GSTV
Home » News » જોરદાર ઠંડી પડવાની છે, આ તારીખથી ગુજરાતમાં બેસી રહ્યો છે શિયાળો

જોરદાર ઠંડી પડવાની છે, આ તારીખથી ગુજરાતમાં બેસી રહ્યો છે શિયાળો

જમ્મુ-કાશ્મીરમાં જોજિલા, મુઘલ રોડ, ગુલમર્ગ અને સોનમર્ગમાં બુધવારે સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. આ હિમવર્ષા સમગ્ર દેશમાં ઠંડીના આગમનના એંધાણ આપી રહી છે. સાથે જ પશ્ચિમ ભારતને ઘમરોળી રહેલ મહા વાવાઝોડું આ સપ્તાહના અંત સુધીમાં સમમુદ્રમાં સંપૂર્ણપણે સમાધિ લઈ શકે છે. તો દક્ષિણ ભારતનું બુલબુલ વાવાઝોડું પણ ચાર-પાંચ દિવસમાં અસર સંપૂર્ણ પણે વર્તાશે.

જોકે ઉત્તર ભારતના છેડે જમ્મુ-કાશ્મીર લદ્દખ, ધર્મશાળા, મનાલીમાં પડી રહેલ બરફ કુદરતનું કઈંક અલગ ચિત્ર જ રજૂ કરી રહ્યું છે. આ હિમવર્ષાને કારણે 434 કિમી લાંબો શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને 86 કિમીના મુઘલ રોડને બંધ કરવો પડ્યો છે. અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. સરહદી રોડ સંગઠન(બીઆરઓ) જુદાં જુદાં સ્થળોએ મશીનોથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યું છે. જોકે આગામી સમયમાં ચોતરફ સ્થિતિ સામાન્ય થશે 15મી તારીખ સુધીમાં મધ્યપ્રદેશ રાજસ્થા અને ગુજરાતમાં ઠંડી પ્રવેશ કરશે. ઠંડા પવનો આગામી સપ્તાહે ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજ્યોમાં નવી સવાર ઉભી કરશે.

હિમવર્ષાથી ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડી શરૂ


જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસે જણાવ્યું કે ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. મહા વાવાઝોડાની પણ અસર થઈ છે.

તેના લીધે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં 3 દિવસ મધ્યમથી ભારે હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. જ્યારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. ઠંડા પવન પણ જલદી શરૂ થઈ શકે છે.

Read Also

Related posts

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!