GSTV
Gujarat Government Advertisement

ઠંડીએ દાયકાઓનો તોડ્યા રેકોર્ડ, આવતીકાલે આ રાજ્યમાં સરકારે જાહેર કરી સ્કૂલોમાં રજા

Last Updated on December 30, 2019 by Mansi Patel

બર્ફીલા પવનથી સમગ્ર ઉત્તર ભારત ઠંડીથી ઠુંઠવાઈ ગયું છે. ઉત્તર ભારતમાં દિવસ અને રાતના તાપમાનમાં વિક્રમજનક ઘટાડા સાથે હાડ ગાળતી ઠંડી વધી ગઈ છે. ઠંડીના કારણે ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં 54 લોકો જ્યારે બિહારમાં 15 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે બંને રાજ્યોની સરકારોએ ઠંડીના કારણે મોત થયા હોવાની પુષ્ટી નથી કરી.

બીજી તરફ ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીએ 4 લોકોનો ભોગ લીધો છે. ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનો કેર યથાવત રહ્યો છે. નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી જ્યારે રાજસ્થાનના જયપુરમાં છેલ્લા 50 વર્ષનું સૌથી ઓછું તાપમાન નોંધાયું. બરફથી ઢંકાયેલા ઉત્તરાખંડના પર્વતો પરથી આવી રહેલા ઉત્તર-પશ્ચિમી બર્ફીલા પવનોને કારણે દિવસે અને રાતના તાપમાનમાં ભારે ઘટાડાથી હાડ ગાળતી ઠંડીમાં વધારો થયો છે.

દિલ્હીમાં તૂટ્યો 119 વર્ષનો રેકોર્ડ

હવામાન વિભાગ (India Meteorological Department, IMD) ના જણાવ્યા અનુસાર છેલ્લા 119 વર્ષોમાં આજનો ડિસેમ્બરનો દિવસ દિલ્હીમાં સૌથી ઠંડો દિવસ નોંધાય તેવી સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર સફદરજંગ વિસ્તારમાં તાપમાન 9.4 ડિગ્રી સેલ્સિયસ હતું, જે ડિસેમ્બર મહિનામાં સૌથી ઠંડું વલણ માનવામાં આવે છે. હવામાન વિભાગ અનુસાર મંગળવારે નેશનલ કેપિટલ રિઝન (એનસીઆર) માં પણ આવી જ ધુમ્મસ જોવા મળી શકે છે.

ઠંડીમાં લોકોએ ગુમાવ્યા જીવ

ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઠંડીને કારણે અત્યાર સુધીમાં કુલ 54 લોકોના મોત નિપજ્યા છે. યુપીના કાનપુર, બુંદેલખંડ અને આજુબાજુના જિલ્લાઓમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં કાનપુરમાં 21, ફતેહપુર અને હમિરપુરમાં 4-4, ઉન્નાવ અને મહોબામાં 3-3, ઝાંસીમાં બે લોકોનો સમાવેશ થાય છે. આ તરફ વારાણસી સહિત પૂર્વાંચલના જિલ્લાઓમાં ઠંડીના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઉત્તર પ્રદેશમાં શાળાઓ બંધ રાખવાનો નિર્દેશ

બરફથી ઢંકાયેલા ઉત્તરાખંડના પર્વતો પરથી આવી રહેલા ઉત્તર પશ્ચિમી બરફીલા પવનોને કારણે સમગ્ર ઉત્તરપ્રદેશ ઠુંઠવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના પૂર્વીય અને પશ્ચિમ ભાગોમાં મંગળવારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં રવિવારે મધ્યમથી તીવ્ર ધુમ્મસના કારણે અનેક જગ્યાએ વિઝિબિલિટી ઘટી. રાજ્યમાં વિક્રમજનક ઠંડીને ધ્યાનમાં રાખતાં જિલ્લા તંત્રએ પ્રી-પ્રાઈમરીથી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.

દાલ સરોવર થીજી ગયુ

બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ શીતલહેર યથાવત જોવા મળી હતી. કડકડતી ઠંડીને કારણે કાશ્મીરનું વિખ્યાત દાલ સરોવર થીજી ગયું.  દાલ સરોવરની સપાટી પર બરફની પરત જામી ગઇ. તો લેહમાં પણ સિંધુ નદી થીજી ગઇ. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ. જ્યાં પારો માઈનસ 6.2 ડિગ્રી સે. નોંધાયો.

કાશ્મીર ખીણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી કેટલાક ડિગ્રી નીચે રહ્યું તેમ હવામાન વિભાગે જણાવ્યું. ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગના સ્કી-રિસોર્ટમાં તાપમાન માઈનસ 6.6 ડિગ્રીથી નીચે નોંધાયું. નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં તાપમાન માઈનસ 19 ડિગ્રી જ્યારે દ્રાસમાં માઈનસ 28.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગે જણાવ્યું કે અહીં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વરસાદ અને હિમવર્ષાથી લોકોને ઠંડીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

હરિયાણામાં સ્કૂલોમાં રજા કરી જાહેર

આ તરફ હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું. જેના કારણે સરકારે મંગળવાર સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે બાદ 1થી 15 જાન્યુઆરી સુધી પણ રાજ્યમાં શિયાળાની રજાઓના કારણે સ્કૂલો બંધ રહેશે. હરિયાણામાં દિવસ દરમિયાન સરેરાશ તાપમાન 10 થી 13 ડિગ્રી સેલ્સિયશ રહ્યું.

રાજસ્થાનમાં ઠંડીએ મચાવ્યો હાહાકાર

રાજસ્થાનમાં પણ રેકોર્ડબ્રેક ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં છેલ્લા 50 વર્ષનું લઘુતમ તાપમાન નોંધાતા જયપુરવાસીઓ હાડ થીજાવતી ઠંડીમાં જાણે કે થીજી ગયા. જયપુરમાં તીવ્ર શીતલહેરને કારણે સમગ્ર જનજીવન ઠપ્પ થઇ ગયું. આ પહેલા જયપુરમાં છેલ્લે વર્ષ 1964ની 13 ડિસેમ્બરે લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી નીચે પહોંચ્યું હતું. બીજી તરફ રાજ્યના વિખ્યાત હિલસ્ટેશન માઉન્ટ આબુમાં પણ માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું. તો સિકરમાં પણ શૂન્ય ડિગ્રી, ચુરૂમાં 1.2 ડિગ્રી, અને પિલાનીમાં 1.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

તતડાવી નાખ્યા/ મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી થશે કે ખાતા બદલાઈ જશે

Pritesh Mehta

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!