GSTV
Home » News » ગઠબંધન સરકાર તકવાદી છે, કર્ણાટકનાં કકળાટ પાછળ ભાજપની કોઈ ભૂમિકા નથી

ગઠબંધન સરકાર તકવાદી છે, કર્ણાટકનાં કકળાટ પાછળ ભાજપની કોઈ ભૂમિકા નથી

કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને ડરાવી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસે લગાવેલા તમામ આરોપને ભાજપે ફગાવ્યા છે. ભાજપ નેતા નલીન કોહલીએ જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ પાછળ ભાજપની કોઈ ભૂમિકા નથી. કર્ણાટકની ગઠબંધન સરકાર માત્ર અવસરવાદી છે. જેથી આ સરકારને જનતા નકારી રહી છે.

કર્ણાટકમાં જોવા મળતા રાજકીય સંકટ અંગે મુખ્યમંત્રી કુમારસ્વામીએ શુક્રવારે સ્પીકર પાસે બહુમતી સાબિત કરવા માટે સમય માંગ્યો છે. તેઓએ વિધાનસભામાં કહ્યું કે રાજ્યમાં જે સ્થિતિ છે તેને જોતા તેને બહુમતી સાબિત કરવા માટે સમય આપવામાં આવે. કર્ણાટકમાં કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યો અત્યાર સુધીમાં રાજીનામા આપી ચુક્યા છે. જો કે સ્પીકરે આ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!