GSTV
Home » News » આ શહેરની અનોખી પહેલ, મચ્છરોનાં ખાતમાં માટે અપનાવશે આધુનિક ટેકનોલોજી

આ શહેરની અનોખી પહેલ, મચ્છરોનાં ખાતમાં માટે અપનાવશે આધુનિક ટેકનોલોજી

જીવલેણ બનેલા ડેન્ગ્યુના મચ્છરોનો મુકાબલો હવે ટેક્નોલોજીથી કરવામાં આવશે, જેની પહેલ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. ગુરુવારે મહાનગર પાલિકાના મુખ્યમથકની છત પર મચ્છરો મારનાર ડ્રોન “વિનાશ”નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

અત્યાર સુધી ડ્રોનનો ઉપયોગ માત્ર સુરક્ષા વ્યવસ્થા માટે કરવામાં આવતો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન “ડ્રોન”થી સજ્જ કદાચ પ્રથમવાર કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મચ્છરો મારવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તેનો ઉપયોગ સૂચવે છે કે, જીવ-જંતુ પણ હવે શક્તિશાળી બની ગયા છે. હવે મચ્છરોના ખાત્મા માટે શાસન-પ્રશાસને પણ તેમના જુના વલણને છોડીને ટેકનોલોજી સાથે અદ્યતન રહેવું પડશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી બન્યો છે.

મચ્છરો અને તેના લાર્વાનો નાશ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કોલકાતામાં વર્ષોથી ડેન્ગ્યુના કેસમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે, તેવું લાગી રહ્યું હતું કે મહાનગર ‘સિટી ઓફ જોય’ના બદલે ‘સિટી ઓફ ગ્રીફ (દુઃખ)’ ન બની જાય. જોકે નિગમની સમયસર આંખો ખુલી ગઈ છે અને હવે જોવાનું એ રહેશે કે, ડ્રોન “વિનાશ” આ જીવલેણ મચ્છરોનો નાશ કરવામાં કેટલું સક્ષમ બને છે. અંગે ડેપ્યુટી મેયર અતિન ઘોસ કહે છે કે, વિશ્વમાં પહેલીવાર કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન ડેન્ગ્યુથી થતા મચ્છરો અને તેના લાર્વાનો નાશ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.

ખુણે-ખુણે પહોંચી ડ્રોન “વિનાશ” મચ્છરોનો કરશે સફાયો તેમણે કહ્યું કે સૌથી મોટો ડ્રોન ‘વિનાશ’ 200થી 250 મીટર સુધીની ઉડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, નિગમના આરોગ્ય વિભાગના કર્મચારીઓ બંધ મકાનો, ખાલી જગ્યાઓ સહિત ખાનગી મકાનોની છત ઉપર ચઢીને સફાઈ કે દવાનો છંટકાવ કરી શકતા નથી, જોકે હવે “વિનાશ”ની સહાયથી તે પણ શક્ય બનશે.

ખાનગી સંસ્થા અને કોર્પોરેશન વચ્ચે કરાર ડ્રોન ફક્ત વીડિયો બનાવવા અને ફોટોગ્રાફ્સ લેવામાં સક્ષમ નથી, પરંતુ તે તળાવ અને સ્કિન્સના પાણીના નમૂનાઓ પણ સંગ્રહિત કરી શકશે. આ નમુનાઓની તપાસ કરીને આપણે જાણી શકીશું કે મચ્છરના લાર્વા પાણીમાં ઉદભવી રહ્યાં છે કે નહીં. તેમણે કહ્યું કે મચ્છરોનો નાશ કરવા મહાનગર પાલિકા વિજ્ઞાનો સંપૂર્ણ ઉપયોગ કરી રહી છે. નોંધનીય છે કે, ડ્રોન ઉડવા માટે ખાનગી સંસ્થા અને કોર્પોરેશન વચ્ચે કરાર થયો છે.

READ ALSO

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!