GSTV

આ શહેરમાં વર્લ્ડ વોર-2નાં સમયનાં 250-250 કિલોનાં મળ્યા બોમ્બ, લોકોને વિસ્તાર છોડવા જણાવ્યું

જર્મનીનાં ડોર્ટમુંડ શહેરમાં વર્લ્ડ વોર-2નાં સમયનાં બે બોમ્બને ડિફ્યૂઝ કર્યા છે. જેના માટે આસપાસનાં વિસ્તારોમાંથી હજારો લોકોને હટાવવામાં આવ્યા હતા.એક બોમ્બનું વજન 330 પાઉન્ડ (250 કિગ્રા) હતું.

પ્રશાસનને પહેલા લાગ્યું કે તેઓએ ચાર બોમ્બ નિષ્ફળ બનાવ્યાં છે, પરંતુ પછીથી તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે ફક્ત બે બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. બોમ્બને નિષ્ફળ કર્યા પછી, અધિકારીઓએ બે હોસ્પિટલો ખાલી કરાવી હતી.

જ્યારે શહેરભરમાં આશરે 14,000 લોકોને બોમ્બ મળ્યા હતા તે વિસ્તારોમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવ્યું હતું.શહેરમાં રેલ્વે સ્ટેશન પણ બંધ કરાયું હતું અને બોમ્બને નિષ્ક્રિય કર્યા બાદ ટ્રેનોએ ફરીથી કામગીરી શરૂ કરી હતી. અગાઉ અધિકારીઓએ હેલિકોપ્ટરમાં આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી કે જેથી આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ બાકી છે કે કેમ.

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે યુદ્ધના અંત પછી લગભગ 75 વર્ષ પછી પણ જર્મનીમાં બોમ્બ મળી આવે છે. તેમને ડિફ્યૂઝ કરવા માટે, અધિકારીઓએ આખો વિસ્તાર ખાલી કરાવવો પડતો હોય છે.

READ ALSO

Related posts

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર, આવ્યું 43.37% રિઝલ્ટ- ગત વર્ષેથી 13.19% પરિણામ ઘટયું

pratik shah

ઘર માટે કરિયાણું ખરીદવાનું છે? તો અહીં ફેસ્ટિવ સીઝનમાં ગ્રોસરી ઉપર પણ મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ

Mansi Patel

કેવી રીતે મળશે ‘વ્યાજ પર વ્યાજ’ માફીનો લાભ?, શું તમને તેનો ફાયદો મળશે કે નહી? વાંચો અહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!