GSTV

રેલ્વે મંત્રાલયનો સરક્યુલર માત્ર કાગળ પર, પોસ્ટર લગાવી માન્યો સંતોષ

રેલ્વે

દેશભરમાં કોરોના વાયરસની દહેશત ફેલાઇ છે. જેને લઈને રેલ્વે મંત્રાલય દ્વારા પણ સરક્યુલર બહાર પાડવામાં આવ્યો છે કે તમામ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની જાગૃતતા માટે પોસ્ટર, લોકલ ભાષામાં લગાવવામાં આવે. તેમજ ટ્રેનમાં દરવાજાના હેન્ડલ, વોશ રૂમના હેન્ડલ વારંવાર ધોવા અને સાફ કરવામાં આવે અને સ્ટેશન પર સ્વચ્છતા રાખવામાં આવે. પરંતુ આ સરક્યુલર માત્ર કાગળ પર છે. કારણ કે રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થાય છે. અને માત્ર પોસ્ટર લગાવી રેલ્વે વિભાગે સંતોષ માની લીધો છે.

લોકોમાં માસ્ક પહેરવાને લઈને જાગૃતતાનો અભાવ

કોરોના વાયરસનો કેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યારે જામનગરમાં જીએસટીવીની ટિમ દ્વારા રેલ્વે સ્ટેશન પર રિયાલીટી ચેક કરવામાં આવ્યું. રેલ્વે સ્ટેશન પર અલગ અલગ પોસ્ટરો અને બેનરો લગાડીને લોકોને સૂચન આપવામાં આવી રહ્યા છે. સાથે જ માઇકમાં વારંવાર એનાઉન્સ્મેંટ કરીને લોકોને સૂચનો આપી માહિતગાર કરવામાં આવે છે..અને સફાઈ કર્મચારીઓને પણ માસ્ક પહેરીને જ કામ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. પરંતુ લોકોમાં માસ્ક પહેરવાને લઈને જાગૃતતાનો અભાવ જોવા મળ્યો હતો. મોટા ભાગના લોકો માસ્ક વગર જ જાહેર સ્થળો પર જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

ડાયાબિટિસ અને હૃદયરોગ સંબધિત ગંભીર બિમારીઓ ધરાવતાને થયો કોરોના તો આવી શકે છે બ્રેઇન સ્ટ્રોક, ખાસ રાખજો આ સાવધાની

Karan

અગ્નિકાંડના હતભાગી મૃતકોના પરિજનોને ચાર લાખની સહાયની જાહેરાત, સીએમ દ્વારા અપાયા તપાસના આદેશ

pratik shah

ગજબ! આ કંપનીના બૉસે કર્મચારીઓને આપી એવી ભેટ, ડ્રાઇવરથી લઇને પીએ સુધી બધા જ બની ગયા કરોડપતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!