GSTV
Home » News » ચાઈનીઝ એપ કંપનીની પડતી શરૂ , શેરચેટ અને ટ્વિટર હવે એક સાથે આવશે….

ચાઈનીઝ એપ કંપનીની પડતી શરૂ , શેરચેટ અને ટ્વિટર હવે એક સાથે આવશે….

માઈક્રોબ્લોગિંગ સાઈટ પર ટ્વિટર ભારતના સોશિયલ નેટવર્કિંગ એપ શેરચેટમાં 10 કરોડ ડોલરની ફાઈનાન્સિંગની આગેવાની કરી રહી છે. એક સૂત્રએ આપેલ માહિતી મુજબ દુનિયાભરમાં ટ્વિટરનું આ પ્રકારનું પ્રથમ રોકાણ હશે. માર્કેટ શેર માટે ચીનની બાઈટડાંસને જોરદાર ટક્કર આપતી શેરચેટની વેલ્યુ આ ફંડિગ રાઉન્ડમાં 60-65 કરોડ ડોલર થવાનું અનુમાન છે. ટ્વિટર 5 કરોડ ડોલરથી વધુ રૂપિયાનું રોકાણ કરશે અને બાકીની રકમ શાઓમી, શુનવેઇ કેપિટલ, મોર્નિંગ સાઈડ વેંચર્સ જેવા શેરચેટના વર્તમાન રોકાણકારો તરફથી કરવામાં આવશે.

વધુ માહિતી આપતા જણાવ્યું કે આ રાઉન્ડમાં હોંગકોંગની હિલહાઉસ કેપિટલ પણ રોકાણ કરે તેવો અંદાજ છે. ટ્વિટરના કો-ફાઉંડર જેક ડોર્સી આ ડીલથી પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે. ટ્વિટર ભારતના નાના શહેરોમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે.

એક વર્ષમાં વાતચીત કરવાનો આ  બીજો પ્રયાસ છે જેમાં સફળતા મળી નથી. તેના બાદ સેનફ્રાંસિસ્કોએ ટ્વિટરના શેરચેટ તરફ પ્રયાણ કર્યું. એક અનુમાન મુજબ શેરચેટ આશરે 12 કરોડ ડોલરના રિસ્ક કેપિટલ એકત્રિત કરી ચૂકેલ છે. નિષ્ણાતના મતે ટ્વિટર આ પ્રકારનું માઈનોરિટી ઇનવેસ્ટમેંટ ક્યારેય પણ કરતી નથી. સામાન્ય રીતે તે કંપનીઓની ખરીદી કરતી હોય છે. શેરચેટ માટે આ રોકાણ વધુ મહત્વનું છે ખાસકરીને ત્યારે જ્યારે બાઈટડાંસ તેના પ્લેટફોર્મથી અનેક યૂઝર્સને પોતાના તરફ ખેંચી લાવી હોય.

READ ALSO

Related posts

Jioનો દિવાળી ધમાકો, ત્રણ All IN ONE પ્લાન થયો લોન્ચ

pratik shah

કમેલશ તિવારીનાં હત્યારા અશફાકને લઈને થયાં ચોંકાવનારા મોટા ખુલાસા

Mansi Patel

લગ્નની 72મી વર્ષગાંઠ પર વૃદ્ધ પત્નીએ પહેર્યું લગ્નનું પાનેતર, જોઈને પતિ બોલ્યા….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!