GSTV
Home » News » World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને પાછી બોલાવવામાં આ શાળાનાં બાળકો સફળ થયાં, ત્રણ વર્ષની મહેનત રંગ લાવી

World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને પાછી બોલાવવામાં આ શાળાનાં બાળકો સફળ થયાં, ત્રણ વર્ષની મહેનત રંગ લાવી

સમગ્ર વિશ્વમાં ચકલીઓ લુપ્ત થઇ રહી છે. ત્યારે લુપ્ત થતી ચકલીઓને બચાવીને કેવી રીતે તેને પરત બોલાવી શકાય તે માટે વડોદારની ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ અવિરત રીતે 3 વર્ષ કાર્ય કર્યુ. અને હવે આ અથાગ પ્રયાસના ઉત્કૃષ્ઠ પરિણામો જોવા મળી રહ્યા છે.

વિદ્યાર્થી જીવનમાં જ લુપ્ત થતી ચકલીઓને ન માત્ર બચાવવા પરંતુ તેને ફરી માળામાં પાછી લાવવા માટે આ વિદ્યાર્થીઓએ એક બે નહીં પરંતુ 3 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. માત્ર માળો લગાવવાની ચકલીઓ પાછી નહીં ફરે તે વાતથી ભલીભાતી વાકેફ થઇ ગયેલા આ બાળકોએ માળા તો તૈયાર કર્યા જ સાથોસાથ ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરી. જેમાં ચકલીઓના લુપ્ત થવાનું કારણ તેને કેવી રીતે પરત લાવી શકાય તેની ઉંડી સમજ આપી. જેનું ઉમદા પરિણામ મળ્યુ છે.

ચકલીના વિવિધ પ્રકારના માળાઓ તૈયાર કરનાર આ વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટરી તૈયાર કરવી પડકારરૂપ હતી. જે માટે તેમની શાળાના શિક્ષકે ખૂબજ યોગદાન આપ્યુ. વડોદરાની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આ ડોક્યુમેન્ટરી આજે સરાહના પામી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે બાળકોના આ પ્રયાસની સાથે જેવી રીતે ચકલીઓ પરત આવી રહી છે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!