GSTV

સાથી શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરતા શિક્ષકને ચખાડ્યો મેથીપાક

ખેડાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગ્રામજનો અને વાલીઓ બાળકો સહિત નડિયાદ કલેકટર કચેરીએ પહોંચ્યા છે. લંપટ શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. કલેકટરે શિક્ષક સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. શિક્ષકે મંજૂરી વિના ઉપવાસ કરી તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે. સાથી શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કરતા શિક્ષકને શિક્ષિકાએ મેથીપાક ચખાડ્યો હતો.

લંપટ શિક્ષકની વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોની ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. સરસવણીના માથાભારે શિક્ષકને મેથીપાક ચખાડતો વાયરલ વીડિઓ ગ્રામજનોએ કલેકટરને બતાવ્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થતા શિક્ષક શિક્ષિકાની બદલી કરાઇ હતી. જો કે બદલી રદ્દ કરાવવા લંપટ શિક્ષકે ઉપવાસ આંદોલન શરૂ કરતાં ગ્રામજનો કલેકટર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!