આ સમાચાર એ દરેક માતાપિતા માટે છે જેઓ તેમના સંતાનને ક્યારેકને ક્યારેક કોઇ બીક બતાવે છે. કારણકે બીક બતાવવામાં ક્યારેક એવી ઘટના બની જતી હોય છેકે પછી માતાપિતા પાસે અફસોસ કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો નથી. આવી જ કંઇક હાલત છે અમદાવાદમાં એક માતાપિતાની. ઘટના કંઇક એવી છેકે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાજકુમારનો સગીર દિકરો સ્કુલે જતો ન હતો જેથી તેની માતાએ દિકરાને ઠપકો આપ્યો કે પોલીસ પકડી જશે. જેથી ડરીને 13 વર્ષનો દિકરો ઘર છોડીને ક્યાંક જતો રહ્યો છે. જેથી હાલ આ વાલીને પોલીસનો જ આશરો લેવો પડ્યો છે.

ટીનએજ એવી ઉંમર હોય છે ત્યારે બાળકના ભવિષ્યનું નિર્માણ થતું હોય છે ત્યારે શાળાએ ન જવા જેવા તોફાનો ઘણી વખત બાળકો કરતા હોય છે. પરંતુ આ સમયે તેમનામાં સમજણને બદલે કોઇ ડર બેસાડી દેવામાં આવે ત્યારે બાળકો આવી ભૂલ કરી બેસતા હોય છે. ત્યારે હાલ તો પિતા તેનો દિકરો તાત્કાલીક મળી જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. પોલીસે અપહરણનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO
- PUBG Mobile Global Championship 2020 ટુર્નામેન્ટનો 21 જાન્યુઆરીથી પ્રારંભ, જાણો કઇ રીતે તેને LIVE નિહાળી શકશો
- તમારા કામનું/ જો જો ક્યાંક લીક ન થઇ જાય તમારી સીક્રેટ Whatsapp ચેટ, આ રીતે ડિલીટ કરો તમારો જૂનો ડેટા
- આણંદ/ જ્વેલર્સની દુકાનમાં તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં લૂંટી ગયા, સીસીટીવી નહીં હોવાનો ફાયદો ઉઠાવ્યો
- બજેટમાં રિયલ એસ્ટેટની શું છે આશા? હોમ લોનને 80Cથી અલગ કરવા સલાહ
- ભાવનગર/ જેસરના બિલા ગામે વાડી વિસ્તારમાં કૂવામાં દીપડો ખાબક્યો, રેસ્ક્યૂ કરી પાંજરે પુર્યો