GSTV
Home » News » વાયુ વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા રાત્રે અગિયાર વાગ્યે મુખ્યમંત્રીએ કર્યું આ કામ

વાયુ વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા રાત્રે અગિયાર વાગ્યે મુખ્યમંત્રીએ કર્યું આ કામ

વાયુ વાવાઝોડાની પરિસ્થિતીનો તાગ મેળવવા રાત્રીના ૧૧ કલાકે વાવાઝોડા અંગેની માહિતી લેવા તેમજ જીલ્લામાં બચાવ કામગીરી અને લોકોના સ્થળાંતર તેમજ તેમની સુવિધા અંગેની માહિતી માટે મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજી હતી.જેમાં મહુવા ખાતે મંત્રી વિભાવરીબેન દવે, પ્રભારી સચિવ, કલેકટર, એસપી, ડીડીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સચિવ, કલેકટર, એસપી, ડીડીઓ સહિતના લોકો મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. જેમાં ખાસ મહુવાના ૧૩ જેટલા દરિયાઈ પટ્ટી પરના ગામો વાવાઝોડામાં વધુ પ્રભાવિત થવાના હોય તેની તેમજ ભાવનગર જીલ્લાના ચાર તાલુકાના ૩૪ થી વધુ ગામોમાં તંત્રની કામગીરી, સ્થળાંતર અંગેની વિગતો મેળવી હતી.

જેમાં ભાવનગર તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી જેમાં ૪૫ જેટલા સ્થળો પર ૨૩ હજાર જેટલા લોકોના સ્થળાંતર કરેલા લોકો માટે ચા-પાણી-નાસ્તા અને બંને ટાઈમ ભોજન, ફૂડપેકેટ તેમજ એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

ધનતરેસનાં દિવસે સોનાની જગ્યાએ તલવાર ખરીદો, ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન

pratik shah

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur

મોદી માટે મહારાષ્ટ્ર, હરિયાણા કરતાં યુપીની 11 બેઠકો પ્રતિષ્ઠાનો સવાલ, આ છે કારણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!