GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ઇંડુ જોઇ માલકિન સહિત મરઘી પણ ચિંતામાં, આકાર જોઇ થશે આશ્ચર્ય

ધણી વખત આપડી આસ પાસ એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. પહેલા મરઘી આવી કે ઈંડુ, તેના પર લોકોના દાવા અલગ અલગ છે. કોઈનું કહેવું છે કે પહેલા ઈંડુ આવ્યું અને કોઈનું કહેવું છે કે પહેલા મરઘી આવી. મરઘી અને ઈંડા પર તો લોકોની ચર્ચા તમે સાંભળી જ હશે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મરઘીએ ગોળાકાર ઈંડુ આપ્યું હોય? તમે મરઘીના ઈંડા તો ખૂબ જોયા હશે પરંતુ બિલકુલ ગોળ ઈંડુ ક્યારેય નહીં જોયુ હોય. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં એક મરઘીએ ગોળ ઈંડુ આપ્યું છે. આ ઈંડુ જોયા બાદ ફાર્મની માલકિન પણ આશ્ચર્યમાં છે.

વેનેસા વિલિયમ નામની એક મહિલાએ જણાવ્યું કે, તેની પાસે 20 મરઘીઓ છે, જેમાંથી 10એ ગયા અઠવાડિયે ઈંડા આપ્યા. ગયા મંગળવારે જ્યારે વેનેસા મરઘીના પાંજરામાં જોવા ગઈ ત્યારે બધા ઈંડા ત્યા હતા અને તેણે જોયુ કે એક ઈંડુ બિલકુલ ગોળ છે. ઈંડાનો આવો આકાર જોઈને તેને આશ્ચર્ય થયું. વેનેસા એ જણાવ્યું કે, ‘તેણે આજ સુધી આવું ઈંડુ નથી જોયું.’

આ પહેલા બ્રિટનની એક મહિલાએ 2015માં ઈ-વે નામની વેબસાઈટને એક હજાર ડોલરમાં એક ગોળકાર આકૃતિનું ઈંડુ વેચ્યુ હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે ગોળ ઈંડુ સામાન્ય રીતે નથી હોતા. એક લાખમાં ક્યાક આવું એક ઈંડુ જોવા મળતું હોય છે જેનો આકાર ગોળ હોય. નિષ્ણાતોનું કહેવું છે કે આ એક અરબ રૂપિયાની ખોજ છે.

 

Related posts

વિશ્વના સૌથી ધનાઢ્ય પદ્મનાભ મંદિરના વિવાદનો અંત: સુપ્રીમે ત્રાણવણકોર રાજપરિવારને જ સોંપ્યો ખજાનો

Bansari

ગુજરાત હાઇકોર્ટના કુલ 17 કર્મચારીઓ પોઝીટિવ, કોર્ટે કેસોના નિકાલ મામલે કર્યો મહત્વનો નિર્ણય

pratik shah

કામની ખબર: આધાર કાર્ડમાં સામાન્ય સુધારા કરવાના હોય તો પહેલાં જાણી લો આ નવો નિયમ,ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!