GSTV

સુરતમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા એકનું મોત, જીવ બચાવવા એક કર્મચારી ત્રીજામાળેથી કૂદી ગયો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. જેમા એક કર્મચારીનું મોત થયુ છે. ફાયર વિભાગને ફેક્ટરીમાં ભડથું થયેલી હાલતમાં એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો. ફેક્ટરીમાં કેમિકલના રો-મટિરિટલમાંથી કાપડ ડાઇંગ હાઉસ માટે કેમિકલ બનાવવામાં આવતુ હતું. અને કેમિકલ સળગવા લાગતા ધડાધડ બ્લાસ્ટ થવા લાગ્યા હતા. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.

  • ગમ બુટ સિવાય પાણીમાં ન ઉતરવા તાકીદ
  • નાઈટ્રોજન પેરોક્સાઈડમાં આગ
  • બે કિલોમીટર દૂર દેખાયો ધૂમાડો

અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો

ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. અન્ય એક ગૂંગળામણ થી બેભાન થયો હતો. ઘાયલ થયેલા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આગની ઘટના બાદ ફાયરના જવાનોને ગમ બુટ સિવાય પાણીમાં ન ઉતરવાની તાકીદ કરવામાં આવી છે. આ આગ નાઈટ્રોજન પેરોકસાઈડમાં લાગી છે જેથી પીળા રંગના ધુમાડા બે કિલોમીટર દૂર સુધી દેખાયા. તો વળી આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 25થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!