GSTV
Home » News » સસ્તી ઉડાન : મોદી સરકારે સામાન્ય માણસને વિમાનમાં બેસાડવાનું પૂરું કર્યુ વચન, ગુજરાતને પણ લાભ

સસ્તી ઉડાન : મોદી સરકારે સામાન્ય માણસને વિમાનમાં બેસાડવાનું પૂરું કર્યુ વચન, ગુજરાતને પણ લાભ

સામાન્ય માણસને વિમાનનો પ્રવાસ કરાવવાનું વચન પૂરું કરવા માટે મોદી સરકારે છેલ્લા નવ માસમાં 50 શહેરો વચ્ચે સસ્તી ઉડાન સેવા શરૂ કરી છે. સરકાર તરફથી આ શહેરોની યાદી જાહેર કરતા જણાવાયું છે કે રિઝનલ કનેક્ટિવિટી સ્કિમ, ઉડાનના બીજા તબક્કામાં 50 રૂટ પર ઓપરેશન શરૂ કરી દેવાયું છે. આની પહેલા તબક્કામાં 70 રૂટ્સ પર પરેશન શરૂ કરાયું હતું. એટલે કે અત્યાર સુધીમાં 140 રૂટ્સ પર સસ્તી વિમાની યાત્રા શરૂ થઈ ગઈ છે. સિવિલ એવિયેસન મિનિસ્ટ્રી તરફથી ઉડાનના બીજા તબક્કામાં શરૂ થયેલા 50 રૂટ્સની માહિતીઆ પ્રકારે છે.

આ 50 રૂટો શરૂ થયા

  • બીકાનેરથી જયપુર 27 માર્ચથી ઉડાન સેવા શરૂ
  • જયપુરથી બિકાનેર રૂટ પર પણ 27 માર્ચથી જ હવાઈ સેવા શરૂ થઈ
  • 5 એપ્રિલએ ભટિંડાથી જમ્મુ અને જમ્મુથી ભટિંડા રૂટની શરૂઆત થઈ
  • 26 એપ્રિલે કોલકાતાથી તેજપુર અને તેજપુરથી કોલકાતા રૂટ પર હવાઈ ઉડાન શરૂ
  • 14 મેથી હુબલીથી ચેન્નાઈ અને ચેન્નાઈથી હુબલી રૂટની શરૂઆત થઈ
  • એ જ દિવસે હુબલીથી હૈદરાબાદ અને હૈદરાબાદથી હુબલી વચ્ચે ઉડા સેવા શરૂ થઈ
  • એક માસ બાદ 14 જૂને ઈલાહબાદથી લખનઉ, લખનઉથી ઈલાહબાદ અને ઈલાહબાદથી પટના તેમજ પટનાથી ઈલાહબાદ રૂટની શરૂઆત થઈ
  • 15 જૂને દિલ્હીથી નાસિક (ઓજાર) અને નાસિકથી દિલ્હી રૂટની શરૂઆત થઈ
  • 16 જૂને ઈલાહબાદથી ઈન્દોર અને ઈલાહબાદથી નાગપુર, ઈન્દોરથી ઈલાહબાદ, ઈલાહબાદથી નાગપુર રૂટની શરૂઆત થઈ
  • 28 જૂનથી હુબલીથી કોચિન અને કોચિનથી હુબલી, ગોવાથી હુબલી અને હુબલીથી ગોવા રૂટ પર હવાઈ સફર શરૂ થઈ
  • 1 જુલાઈથી અમદાવાદથી હુબલી, હુબલીથી અમદાવાદ, ચેન્નાઈથી હુબલી, હુબલીથી ચેન્નાઈ રૂટની શરૂઆત થઈ
  • 1 ઓગસ્ટથી જોરહાટથી કોલકાતા અને કોલકાતથી જોરહાટ રૂટ શરૂ થયો
  • 4 ઓક્ટોબરથી પકયોંગથી કોલકાતા અને કોલકાતાથી પકયોંગ રૂટ શરૂ થયો
  • 8 ઓક્ટોબરથી કિશનગઢથી દિલ્હી અને દિલ્હીથી કિશનગઢ રૂટ શરૂ થયો
  • 28 ઓક્ટોબર અમદાવાદથી જેસલમેર અને જેસલમેરથી અમદાવાદ રૂટ શરૂ થયો
  • 15 નવેમ્બરથી અમદાવાદથી બેંગલુરૂ અને બેંગલુરુથી અહલાબાદ રૂટ શરૂ થયો
  • 30 નવેમ્બરથી જેસલમેરથી સુરત અને સુરતથી જેસલમેર રૂટ શરૂ થયો
  • 9 ડિસેમ્બરથી ચાર રૂટ શરૂ થયા. એમાં કોલ્હાપુરથી હૈદરાબાદ, હૈદરાબાદથી કોલ્હાપુર, કોલ્હાપુરથી બેંગલોર, બેંગલોરથી કોલ્હાપુર રૂટ શરૂ થયો
  • 19 ડિસેમ્બરથી અમદાવાદથી પોરબંદર, પોરબંદરથી અમદાવાદ, અમદાવાદથી જેસલમેર અને જેસલમેરથી અમદાવાદ રૂટની શરૂઆત થઈ છે.

Related posts

અનોખા અંદાઝમાં હોલિવુડ સિંગર મારિયા કેરીએ પૂર્ણ કર્યો #BottleCapChallenge

Path Shah

મહાનગરી મુંબઇમાં ચાર માળની ઇમારત ધરાશાયી થતા 10નાં મોત, 40થી 50 લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા

Riyaz Parmar

જમ્મુ કાશ્મીર: છેલ્લા 5 વર્ષમાં સેનાએ કુલ 963 આંતકવાદીઓને ઠાર માર્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!