GSTV
Home » News » કેન્દ્રિય નેતાગીરીને હવે ગુજરાત ભાજપ પર ભરોસો નથી રહ્યો, સાઈકલ રેલીની કામગીરી સોંપાઈ

કેન્દ્રિય નેતાગીરીને હવે ગુજરાત ભાજપ પર ભરોસો નથી રહ્યો, સાઈકલ રેલીની કામગીરી સોંપાઈ

ગુજરાતની કેન્દ્ગિય નેતાગીરીને હવે ભાજપના નેતાઓ પર ભરોસો જ રહ્યો નથી. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ભાજપના નેતાઓની ફોજ હોવા છતાં જાણે તેમની નોંધ જ નથી લેવાઈ રહી. લોકસભાની ચૂંટણી ટાણે ગુજરાતના નેતાઓને સાઈકલ રેલી સહિતના કામો સોંપવામાં આવ્યા છે.

કેન્દ્રિય ભાજપે આજે લોકસભાની ચૂંટણી માટે વિવિધ કમિટીઓની રચના કરી છે. જેમાં ગુજરાતના નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા સિનીયર નેતાને સ્વયંસેવી સંગઠન સંપર્ક જેવી કામગીરી સુપરત કરાઈ હતી. આ ઉપરાંત પ્રદિપસિંહ વાઘેલાને સાઈકલ રેલીની જવાબદારી સોંપવામાં આવી છે. પંત શુક્લને સોશિયલ મીડિયા માટેની કામગીરી સોંપવામાં આવી છે.

ભાર્ગવ ભટ્ટને લાભાર્થી સંપર્ક માટેની કામગીરી સોંપવામાં આવી છે. ગુજરાતના ઘણાં સિનીયર નેતાઓ ચૂંટણીની કામગીરીમાં અવ્વલ છે તેમ છતાંય તેમની બાદબાકી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં ટોચની કામગીરીથી ગુજરાતના નેતાઓને અળગા રાખવામાં આવ્યા છે.

આ પહેલા પણ ઉત્તર પ્રદેશના સહ પ્રભારી તરીકે ગુજરાતના ધુરંધર નેતા ગોરધન ઝડફિયાની પસંદગી કરવામાં આવતા ખૂદ ભાજપના કાર્યકર્તાઓ ચોંકી ગયા હતા. ગોરધન ઝડફિયા જ્યારે કેશુભાઈ પટેલની સરકારમાં હતા ત્યારે મોદી સહિત ભાજપના નેતાઓને ગાળો ભાંડવામાં કોઈ કસર બાકી નથી રાખી. આમ કેન્દ્રિય નેતાગીરીમાં પણ ગુજરાતના કેવા કેવા નેતાઓની પસંદગી કરાઈ તે ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.

READ ALSO

Related posts

16 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા, કરોડોની રોકડ અને અબજો રૂપિયાના વાંધાજનક દસ્તાવેજ મળ્યા

Kaushik Bavishi

માન્યવરની એડથી બહાર થયા વિરાટ-અનુષ્કા? રણવીરનો જોવા મળ્યો દિવાળી અવતાર

Kaushik Bavishi

OMG ! આ મહિલાના પેટમાં થઈ રહ્યો હતો દુખાવો, જ્યારે ઓપરેશન પછી જે વસ્તું બહાર નિકાળી તે જોઈને….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!