GSTV

સરકારી કર્મચારીઅો ભરાયા, સરકારની ભૂલ તમને કરાવશે લાખોનું નુક્સાન

કેન્દ્ર સરકારની સોશિયલ સિકયોરિટી સ્કીમ ન્યૂ પેન્શન સિસ્ટમ એટલે કે NPSમાં મોટી ક્ષતિ સામે આવી છે. આ ક્ષતિના કારણે લાખો કર્મચારીઓને નુકસાન થઈ શકે છે. જેને પગલે સરકારી કર્મચારીઓના એનપીએસ કોર્પસમાં ઓછું ફંડ જમા થઈ રહ્યું છે અને આથી રિટાયરમેન્ટ બાદ મળનારું પેન્શન ઘટી જશે. કેન્દ્ર સરકારે એનપીએસ સ્કીમમાં ક્ષતિ પર ગંભીર ચિંતા વ્યકત કરતા પ્રાથમિકતાના આધાર પર આનું સમાધાન કરવાનો નિર્દેશ આપ્યો છે. અા લાખો કર્મચારીઅોના ભવિષ્યનો સવાલ છે. અેક સિસ્ટમને પગલે કર્મચારીોના હિતો સાથે ચેડાં થઈ રહ્યાં છે. પેન્શન અે સરકારી કર્મચારીઅોના ઘડપણની મૂડી છે. જેને સહારે કર્મચારીઅો જીવન ગુજારતા હોય છે. જે સિસ્ટમમાં ક્ષતિ થઈ છે. તેની ભૂલ સુધારી સરકારે પણ તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. નહીં તો સરકારી કર્મચારીઅોમાં અસંતોષની લાગણી ફેલાશે.

PFRDAના જનરલ મેનેજર આશીષ કુમારે તમામ સરકારી વિભાગોને એક પત્ર લખીને જણાવ્યું છે કે, સેન્ટ્ર રેકોર્ડકીપિંગ એજન્સી એટલે કે સીઆરના તમામ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે એનપીએસ અેકાઉન્ટની સેવામાં ડેટ ઓફ જોઈનિંગ અને પરમેનેન્ટ રિટાયરમેન્ટ અકાઉન્ટ નંબર જનરેશનની ડેટમાં લાંબું અંતર છે. જેને પગલે અેકાઉન્ટ હોલ્ડરને એનપીએસ કોર્પસમાં નુકસાન થઈ રહ્યું છે. પત્રમાં કહેવાયું છે કે આ ગંભીર ચિંતાનો વિષય છે અને આનું સમાધાન લાવવું જોઈએ.

એનપીએસ મેમ્બર્સનો પરમેનેન્ટ રિટાયરમેન્ટ અેકાઉન્ટ નંબર જનરેટ કરવામાં મોડું થવાથી તેમના એનપીએસ કંન્ટ્રીબ્યુશન અપલોડ કરવામાં મોડું થાય છે. આનાથી એનપીએસ અેકાઉન્ટમાં ઉ૫લબ્ધ ફંડ ઓછું થઈ જાય છે અને આની સીધી અસર મેમ્બર્સના પેન્શન પર પડશે. એટલે કે તેમને રિટાયરમેન્ટ પછી મળનારું પેન્શન ઓછું થઈ જશે. આનાથી એનપીએસ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે તે પૂરો નહી થઈ શકે. એનપીએસનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને રિટાયરમેન્ટ પછીની જરૂરિયાતોને પૂરી કરવા લાયક પેન્શન ઉપ્લબ્ધ કરાવવાનો છે.

Related posts

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય પક્ષો શોકમાં ગરકાવ, PM મોદી, અમીત શાહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલી

Mansi Patel

એ છેલ્લી 30 મિનિટ…. કેશુબાપાની શું હતી સ્થિતિ…. કેવી રીતે ડોક્ટરોએ કરી સારવાર છતાં ન થયા સફળ

Karan

કેશુભાઇ પટેલ/ ગુજરાતના એ નેતા, જે બે વાર મુખ્યમંત્રી બન્યા છતાં કાર્યકાળ પૂરો ના કરી શક્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!