GSTV
Ahmedabad Baroda Bhavnagar Gandhinagar Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત યજમાન તો બની ગયું પણ નેશનલ ગેમ્સ અંગેની નબળી તૈયારીઓથી કેન્દ્ર નારાજ

નેશનલ

ગુજરાતમાં નેશનલ ગેઇમ્સની પાંગળી તૈયારીથી કેન્દ્ર સરકાર ખફા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર આ ગેઇમ્સની પુરતી તૈયારી કરી શકી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગેઇમ્સનું ઉદ્દઘાટન કરવાના છે ત્યારે વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. મોદીનો ગુજરાતમાં જ્યારે કાર્યક્રમ બને છે ત્યારે સરકાર જાગે છે પરંતુ મોદી પાછા દિલ્હી જાય છે ત્યારે બઘું ઠેરનું ઠેર આવી જાય છે.

આ વખતે ૩૬મી ગેઇમ્સનું યજમાનપદ ગુજરાતને મળ્યું છે પરંતુ સરકારની પુરતી તૈયારી જોવા મળતી નથી. દેશના ૩૬ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ભાગ લેનારા ૭૦૦૦થી વધુ ખેલાડીઓના એકોમોડેશનનો સૌથી મોટો પ્રશ્ન છે.

નેશનલ

રાજ્યના છ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગરમાં ૩૬ રમતો રમાશે, જેના આયોજન માટે સરકારે મુખ્યચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને એક્ઝિક્યુટીવ કમિટીની રચના કરી છે. નેશનલ ગેઇમ્સ ગુજરાતમાં રમાઇ રહી છે પરંતુ ગુજરાતની નબળાઇના કારણે તેનું પ્લાનિંગ ભારત સરકારના અધિકારીઓએ કરવું પડે છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાષ્ટ્રીય રમતોત્સવ છે છતાં રાષ્ટ્રીય લેવલે પ્રચાર અને પ્રસારમાં રસ નથી,કેમ કે આ રમતોનો રાષ્ટ્રીય પ્રચાર થતો નથી. તેમને માત્ર ચૂંટણી ઇવેન્ટમાં રસ વધારે હોય તેમ લાગી રહ્યું છે.

Read Also

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV