GSTV
Finance Trending

કોરોના સહાય / કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે એક વિશેષ યોજના, કોરોનાના કારણે અનાથ થયેલા બાળકોને મળશે માસિક સહાય

કેન્દ્ર સરકાર હાલ કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોના માસિક સ્ટાઇપેન્ડને 2 હજાર રૂપિયાથી વધારીને 4 હજાર રૂપિયા કરવાની યોજના બનાવી રહી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આજ રોજ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં જ આ અંગેનો પ્રસ્તાવ કેબિનેટને મંજૂરી માટે મોકલી શકાય છે.

667 જેટલી અરજીઓ થઇ મંજૂર :

એક અહેવાલ મુજબ અધિકારી સાથે વાતચીત દરમિયાન દરમિયાન એ જાણવા મળ્યું કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માસિક સ્ટાઇપેન્ડ 2 હજારથી વધારીને 4 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારે આ સહાય યોજના અંગે મે મહિનામાં જાહેરાત કરી હતી કે, કોરોનાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોને પીએમ-કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય આપવામાં આવશે.

કોરોના

મંત્રાલયના આ આંકડા મુજબ આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 3,250 જેટલી અરજીઓ મળી આવી છે, જેમાંથી 667 જેટલી અરજીઓ જે-તે જિલ્લા સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરી હતી કે, કોરોના રોગચાળાને કારણે માતાપિતા ગુમાવનારા બાળકોની ઓળખ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપવામાં આવે.

વેબ પોર્ટલની થઇ શરૂઆત :

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દેવર પાંડેએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ અરજીઓ કરવા માટે, આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અને આ યોજના હેઠળ આવતા બાળકોની ઓળખ માટે એક વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના

આ બાળકો અંગે માહિતી એકત્રિત કરવાનું અપાયું સૂચન :

તેમણે જણાવ્યું હતું કે, “હું તમને વિનંતી કરીશ કે તમે તમારા રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટને આ યોજના હેઠળ સહાય મેળવવા માટે લાયક બાળકોની વિગતો આપો, જેથી તેમને તાત્કાલિક સહાય મળી શકે. મંત્રાલયે આ હેતુ માટે એક હેલ્પ ડેસ્ક પણ ખોલ્યું છે. મંત્રાલયના અધિકારીએ જિલ્લા મેજિસ્ટ્રેટો, પોલીસ, જિલ્લા બાળ સુરક્ષા એકમ , ચાઇલ્ડલાઇન અને નાગરિક સમાજ સંગઠનોની મદદથી આ બાળકોની ઓળખ માટે એક ઝુંબેશ શરૂ કરવા જણાવ્યું છે.

Read Also

Related posts

Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા

Hemal Vegda

વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી

Karan

‘બસ 2 સેકન્ડની ભૂલથી નિષ્ફળ રહ્યુ SSLV રોકેટ’, જાણો ISRO ચીફે શું કહ્યુ?

Hemal Vegda
GSTV