GSTV

ગુજરાતના ખેડૂતો માટે અાનંદના સમાચાર : 523 કરોડ રૂપિયા સોમવારથી ચૂકવવાના શરૂ થશે

Last Updated on June 16, 2018 by Karan

ચોમાસું માથે અને ખરીફ સિઝનની વાવણી સમયે ગુજરાત સરકારે રિવોલ્વીંગ ફંડ આપ્યું નહીં હોવાથી અને દિલ્હીથી નાણાં ઝડપભેર છૂટા થતા નહીં હોવાને કારણે ગુજરાતના ખેડૂતોને 523 કરોડ રૂપિયા ટલ્લે ચડી ગયા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાને નામે રાજ્ય સરકાર મોટી મોટી વાતો કરે છે પરંતુ ચણાં અને રાયડાની ખરીદીના બે મહિના પછી પણ ખેડૂતોને તેની જણસીના પૈસા આજ સુધી મળ્યા નથી. જે બાબતે ખેડૂતોની બુમરાણ વચ્ચે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીઅે જણાવ્યું છે કે, ચણા અને રાયડાની ખરીદી માટે નાણાકીય જોગવાઈમાં કેન્દ્ર દ્વારા વધારો કરાયો છે. કેન્દ્ર સરકારે રૂપિયા 29,000 કરોડના બદલે 42,000 કરોડનું ફંડ રિલીઝ કર્યું છે. સોમવારથી ખેડૂતોને ચૂકવણું ચાલુ કરાશે.  હાલ વરસાદ છે જેથી ખરીદી ચાલુ રાખવી કે બંધ તે નિર્ણય જલ્દી કરાશે

ગુજરાત સરકારે આ બે જણસીની ખરીદી માટે નાફેડને રીવોલ્વીંગ ફંડ પેટે ફદીયુંય નહીં આપતા ચણાની ખરીદી પેટે રૂ. ૬૩ કરોડ અને રાયડાની ખરીદીના રૂ. ૧૬૦ કરોડ મળી કુલ ૫૨૩ કરોડ જેવી માતબર રકમ આજ સુધી ચુકવાઈ ન હતી. ખેડૂતો પાસેથી મગફળી, ચણા, રાયડા અને તુવેરની ખરીદી આ વર્ષે પોષણક્ષમ ભાવે કરવામાં આવી છે જેમાં ચણાંના ખરીદી કેન્દ્રો બારદાનના અભાવે બંધ થઈ રહ્યા છે જેની રાજ્ય સરકારને ચિંતા નથી. ગોંડલના બે પૈકીનું એક કેન્દ્ર કાલાવડનું કેન્દ્ર ચણાંની ખરીદી માટે ચાલુ જ થયું નથી.

રૂ. ૪૪૦૦ના ક્વિન્ટલના ભાવે ૯૧,૦૦૦ ટનનો ખરીદીનો જે લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો તે પૈકી ૮૩,૬૦૦ ટનની ખરીદી આજ સુધીમાં થઈ ગઈ છે. ૨૬ જૂનની મુદત વધારીને ૨૫ જૂલાઈ સુધી કરી દેવામાં આવી છે. લક્ષ્યાંક પણ ૨ લાખ ટનનો કરવામાં આવ્યો છે પરંતુ બારદાનની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી શકી નથી. જેથી નવી ખરીદી હવે વરસાદી માહોલમાં થાય તેવી અોછી સંભાવના વચ્ચે ખેડૂતોને બે મહિનાથી ન ચૂકવાતા પૈસા મળે અે અતિ અગત્યનું છે.

પેમેન્ટ પેટે રૂ. ૧૬૦ કરોડ બે મહિનાથી ચુકવવાના હતા બાકી

રાયડાની ખરીદીમાં પણ ૯૦ હજાર ટનના લક્ષ્યાંક સામે આજ સુધીમાં ૪૦ હજાર ટનની ખરીદી કર્યા બાદ મોટાભાગના કેન્દ્રોમાં રાયડાની આવક ઘટતી જાય છે. રૃા. ૪ હજારના ક્વિન્ટલનાં ભાવે રાયડાની જે ખરીદી કરવામાં આવી છે તેના પેમેન્ટ પેટે રૃા. ૧૬૦ કરોડ બે મહિનાથી ચુકવવાના બાકી છે. આ સ્થિતિમાં ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખેડૂત પાસે પૈસા નહીં હોવાથી સખત નાણાંભીડ અનુભવી રહ્યો છે. તેથી સત્વરે નાણાં ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. હવે સરકારે જાહેરાત તો કરી છે પણ ખેડૂતોના ખાતામાં પૈસા અાવે ત્યારે જ અાવ્યા ગણાય. સરકારની અાવી અનેક જાહેરાતો બાદ ખેડૂતોના ખાતામાં પૈસા અાવતી 6 મહિનાનો સમય લાગે છે. ખરેખર ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોના ખાતમાં 4 અઠવાડિયામાં પૈસા જમા થઈ જાય છે. અા વર્ષે 2 મહિનાનો સમય વિત્યો પણ ખેડૂતોને પૈસા ન મળતા ખેડૂતો ટેકાના ભાવની ખરીદીના કેન્દ્રોના પગથિયા ચડતા ખચકાય છે.

 

Related posts

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta

સપ્ટેમ્બરનો ચમત્કાર / ગુજરાતના રાજકારણમાં આ મહિનો રહ્યો છે મહત્વનો, બની છે આવી ચાર-ચાર સત્તા ખળભળાવતી ઘટનાઓ

Lalit Khambhayata

હિંમતનગરના અનોખા ગણેશ, એવું તે શું છે ખાસ કે આરોગ્ય વિભાગ માટે પણ છે આકર્ષણનું કેન્દ્ર?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!