GSTV
Home » News » હાઈકોર્ટેના બે ચીફ જસ્ટીસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની કોલેજીયમની ભલામણને કેન્દ્ર સરકારે ફગાવી

હાઈકોર્ટેના બે ચીફ જસ્ટીસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની કોલેજીયમની ભલામણને કેન્દ્ર સરકારે ફગાવી

sc rejects vvpat

હાઈકોર્ટેના બે ચીફ જસ્ટીસની સુપ્રીમ કોર્ટમાં નિયુક્તિની કોલેજીયમની ભલામણને કેન્દ્ર સરકારે ફગાવી દીધી હોવાની સુત્રોની માહિતી છે. સુત્રોની માહિતી મુજબ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અનિરુદ્ધ બોસ અને ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એ.એસ.બોપન્નાના પ્રમોશનની ભલામણ કરી હતી.

પરંતુ કેન્દ્ર સરકારે તેમના નામ પરત મોકલી દીધા. સૂત્રોની જાણકારી મુજબ કેન્દ્ર સરકારે સિનિયોરિટી ક્રમ અને ક્ષેત્ર મુજબર પ્રતિનિધિત્વનું કારણ આપીને કોલેજિયમની ભલામણને ફગાવી છે. કોલેજિયમ તરફથી મોકલાયેલા આ બે નામોમાંથી જસ્ટિસ બોસ સિનિયોરિટીમાં દેશભરમાં 12માં ક્રમે છે.

જ્યારે જસ્ટિસ બોપન્ના 36માં ક્રમે છે. આ પહેલા જસ્ટિસ બોસે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિટ બનાવવાની ભલામણ થઈ હતી. પરંતુ તે વખતે પણ સરકારે તેમનું નામ કોલેજિયમને પરત કરી દીધું હતું.

Read Also

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!