GSTV
India News Trending

ઈડલ્યુએસ અનામત બચાવવા કેન્દ્રે પૂરી તાકાત લગાવી, ચૂંટણીમાં ફટકો પડવાનો મોદી સરકારને ડર

આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે 10 ટકા અનામતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે ત્યારે સરકાર અનામત રદ ના થાય એ માટે પૂરી તાકાત લગાવી રહી છે. મોદી સરકારને ડર છે કે, ઈડબલ્યુએસ અનામત રદ થઈ જશે તો લોકસભાની અને એ પહેલાં આવનારી વિધાનભાની ચૂંટણીઓમાં પણ ભાજપને મોટો ફટકો પડશે.

સુપ્રીમ

ઈડબલ્યુએસ અનામતને પડકારતી અરજીઓમા દાવો કરાયો છે કે, આ અનામત બંધારણની વિરુદ્ધ છે. સામે સરકારની દલીલ છે કે, બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે આર્થિક ધોરણે અનામત ના આપી શકાય. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે કે, ઈડબલ્યુએસ અનામત આપવા માટે બંધારણમાં કરવામાં આવેલો 103મો સુધારો કાયદેસરનો જ છે.

ઈડબલ્યુએસ અનામતથી એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકોની અનામતમાં ફરક નથી પડતો. સરકારે એવી દલીલ પણ કરી છ કે, જનરલ કેટેગરીના 5.8 કરોડ લોકો દેશમાં ગરીબી રેખાથી નીચે છે જ્યારે 35 ટકા જમીન વિહોણા હોવાથી તેમના માટે અનામત જરૂરી છે.

READ ALSO

Related posts

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel

પીએમ મોદી અયોધ્યામાં ‘લતા મંગેશકર ચોક’નું કરશે ઉદ્ઘાટન, મુખ્ય ચોક પર 14 ટન અને 40 ફૂટની વીણાની પ્રતિમા કરાઈ છે સ્થાપિત

pratikshah
GSTV