GSTV
Home » News » રાજ્યના આ શહેરોમાં કૃષ્ણ જન્મોત્સવની કરાઈ ધામધૂમથી ઉજવણી

રાજ્યના આ શહેરોમાં કૃષ્ણ જન્મોત્સવની કરાઈ ધામધૂમથી ઉજવણી

ડાકોરના સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનને પંચામૃત સ્નાન કરાવાયું હતું, ત્યારબાદ રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્‌ભુત સાજ શણગાર કરાયા હતા. ત્યારે મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો.. જન કનૈયાલાલ કી.. ડાકોરમાં કોણ છે.. રાજા રણછોડ છે… જેવા  જયકાર સાથે ભકિતનારા લગાવ્યા હતા. બાળ ગોપાલને પારણામાં ઝુલાવીને પારણા ઉત્સવ કરવામાં આવી રહ્યો છે.. યાત્રાધામ ડાકોરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતા.. તો દૂર દૂરથી આવેલા અનેક શ્રદ્ધાળુઓએ ડાકોરમાં રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવના દર્શનનો લાભ લીધો હતો..

દેશભરમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરાઇ તેમ બાવળાના રૂપાલ ગામમાં કર્ણાવતી બજરંગ દળ તરફથી મટકી ફોડ કાર્યક્રમ દ્વારા કૃષ્ણ મહોત્સવનું આયોજન કર્યુ હતું. બગોદરા પાસે મીઠાપૂર ગ્રામવાસીઓએ પણ કૃષ્ણ-રાધા બની મટકી ફોટી ઉજવણી કરવામા આવી હતી. આ સાથે ધોળકામાં સરોડા રોડ પર આવેલ રણછોડરાયજીના મંદીરમાં મહીલાઓએ રાસ-ગરબા ગાઇ ભાઇઓએ મટકી ફોટી કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભકતોએ ભાગ લઇને કનૈયાને રીઝવવાના પ્રયત્નો કર્યા હતા.

કૃષ્ણજન્મોત્સવ જન્માષ્ટમીના દિવસે વિરમગામ શહેર સહિત સમગ્ર પંથક કૃષ્ણમય બની ગયુ હતું. પંથકના વિવિધ મંદિરોએ કૃષ્ણ જન્મ નિમિત્તે વિવિધ જાતના કાર્યક્રમ યોજાયા હતા. મંદિરોમાં ભગવાનના દર્શન કરી ધન્ય થવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ સાથે સાથે જન્માષ્ટમીના લોકમેળાનો પણ લોકો એ ખૂબ આનંદ ઉઠાવીને મોજ મજા કરી હતી. લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ તથા અવનવી રાઇડ્સનો બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો આનંદ લીધો હતો

કાનુડાની વધામણાની જે ઘડીઓ ગણાઇ રહી રહી હતી તે પૂરી થઇ અને રાતે ૧૨ ના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણ ના જનમ ના વધામણા લેવાયા. કાનાનો જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જન્માષ્ટમીના સવારથી જ શામળાજીનાં મંદિરમાં જય રણછોડ માખણ ચોર ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો કાન્હાને પારણે ઝુલાવવા માટે સવારથી લાઇન લગાડીને ઉભા હતા. ભગવાનનાં જન્મ બાદ લોકોએ પારણાં કર્યા અને તહેવારની ઉજવણી કરીને ભકતોએ ધન્યતા અનુભવી હતી.

તો યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણજન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ. રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મને હજારો ભક્તોએ વધાવ્યો. વ્હાલના વધામણા કરીને ભક્તોનો હરખ સમાતો નહતો. ભક્તોએ કાળિયા ઠાકોરની જય જય કાર સાથે જન્મોત્સવ ઉજવ્યો. દૂર દૂરથી આવેલા ભક્તોએ પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી. જન્મોત્સવ બાદ ભગવાનને વિશેષ અભિષેક કરીને પારણે ઝુલાવવામાં આવ્યા અને આરતી કરવામાં આવી. ત્યારે કૃષ્ણમય બનેલા ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો., જય કનૈયા લાલ કી.. નાદ સાથે ભગવાનને લાડ લડાવવા ઘેલા બન્યા હતા. મહિલા મંડળ દ્વારા ભજન કિર્તન ગાઇને કાન્હાના વધામણા કર્યા હતા.

અમદાવાદમાં કલ્યાણ પુષ્ટિ મંદિરના પડદા  ખોલવામાં  આવ્યા છે. કલ્યાણ પુષ્ટિ મંદિરમાં બાળ ગોપાલને ચાંદીના પારણિયામાં ઝુલાવવામાં આવ્યા છે.  બાળ ગોપાલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. ત્યારે ભક્તોએ બાળ ગોપાલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જન્માષ્ટમી નિમિતે અમરેલી જિલ્લાના ઘારી ના રાજગરીયા નેસ થી ભગવાન ક્રિષ્ણ ની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી.  આ પાલખીયાત્રાએ રાજગરીયા સહિત અન્ય ગામોમાં સવારથી સાંજ સુધી ફરીને ભકતોને કાનુડાના દર્શનનો લાભ આપ્યો હતો. યાત્રામાં બાળ કનૈયા દ્વારા લોકોને કનૈયાના સ્વરૂપના દર્શન કરાવાયા હતા. આહીર સમાજ દ્વારા આયોજીત ભવ્યયાત્રામાં પાચ ગામ ના સરપંચ તેમજ આહરી યુવાનો  મહિલાઓ બાળકો વગેરે ભાગ લઇને ડીજે તાલે ઝુમી ઉઠયા હતા.

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!