GSTV
Home » News » આવક કરતાં વધુ સંપત્તિ મામલો: CBIએ મુલાયમ અને અખિલેશ વિરુદ્ધ દાખલ કર્યું સોગંદનામુ, આપી ક્લિનચીટ

આવક કરતાં વધુ સંપત્તિ મામલો: CBIએ મુલાયમ અને અખિલેશ વિરુદ્ધ દાખલ કર્યું સોગંદનામુ, આપી ક્લિનચીટ

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવને આવક કરતાં વધુ સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. સીબીઆઈએ વધુ આવક સંપત્તિ મામલે સુપ્રીમ કોર્ટમાં બંને વિરુદ્ધ સોગંદનામુ દાખલ કર્યું છે. જેમાં સીબીઆઈએ કહ્યું છે કે તે મુલાયમસિંહ અને અખિલેશ વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ મામલામાં પહેલા જ ક્લિનચીટ આપી ચુકી છે.

સીબીઆએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ મામલામાં તેમને કોઈ પૂરાવા મળ્યા નથી. આ પહેલા 12 એપ્રિલે આ મામલાની સુનાવણી થઈ હતી. જેમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે 2013માં આ કેસ મામલાની તપાસ બંધ કરી ચૂકી છે.

યાદવ પિતા-પુત્રે પોતાને નિર્દોષ ગણાવીને આરોપોને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો હતો. મુલાયમસિંહ વિરુદ્ધ વકીલ વિશ્વનાથ ચતુર્વેદીએ આવકથી વધુ સંપત્તિની અરજી કરી હતી.

Read Also

Related posts

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ

Bansari

મોબાઈલ ફોન લેવો છે કરો ઉતાવળ, આગામી સપ્તાહથી વધી શકે છે ભાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!