GSTV
Home » News » એમેઝોનમાં આગ લાગવાનું કારણ ખાણમાફિયાઓનું સામ્રાજ્ય, તસ્કરો-માફિયાઓ કરી રહ્યા છે આ કામ

એમેઝોનમાં આગ લાગવાનું કારણ ખાણમાફિયાઓનું સામ્રાજ્ય, તસ્કરો-માફિયાઓ કરી રહ્યા છે આ કામ

બ્રાઝિલના જંગલોમાં ગેરકાયદે વૃક્ષો કાપતા તસ્કરો અને ખાણમાફિયાઓનું સામ્રાજ્ય છે. કિંમતી ધાતુઓ મેળવવાની લાલચમાં જંગલોનો સફાયો કરવામાં આવે છે. એમેઝોનના જંગલોમાં સોનું પણ મળી આવે છે જેનું ગેરકાયદે ખાણકામ મોટા પાયે થાય છે.

બ્રાઝિલના એન્વાયર્મેન્ટ એન્ડ રિન્યૂએબલ એનર્જી ખાતાના અધિકારીઓ લાંબા સમયથી લાકડાના તસ્કરો અને ખાણમાફિયા પાછળ પડયાં છે પરંતુ તેમને જીવના જોખમે જંગલોમાં કામગીરી કરવી પડે છે.

ખાણ માફિયાઓ ગરીબ આદિવાસીઓને જ ગેરકાયદે ખાણકામમાં જોતરે છે. આવા અભણ આદિવાસીઓ જીવના જોખમે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ખાણકામ કરે છે.

જંગલોને ગેરકાયદેસર કાપવાની પ્રવૃત્તિ ઉપરાંત આધુનિકીકરણે પણ એમેઝોનના વર્ષા જંગલોને મોટું નુકસાન પહોંચાડયું છે. એમેઝોન અને તેની સહયોગી નદીઓ પર બાંધવામાં આવતા બંધોએ કુદરતી ચક્રને ખોરવી નાખ્યું છે. એટલું જ નહીં, જંગલોમાં હાઇવે બનાવવા માટે પણ સેંકડો વૃક્ષોનો સફાયો બોલાવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!