GSTV
Gujarat Government Advertisement

શોભાના ગાંઠીયા સમાન STના સીટ બેલ્ટ, ન પહેરવાનું કારણ જાણી સરકારી તંત્ર પર ગુસ્સો આવશે

Last Updated on September 16, 2019 by Mayur

રાજ્ય સરકારે આજથી ટ્રાફિકના નવા નિયમો તો લાગુ કરી દીધા છે. પરંતુ ખુદ સરકારના જ વિભાગો ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયા છે. વાત છે એસ.ટી. વિભાગની કે જેમની બેદરકારીને કારણે રાજ્યભરના લાખો મુસાફરોના જીવ પર જોખમ ઉભું થયું છે. ખુદ એસટી વિભાગ દ્વારા જ ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે એસ.ટી. બસના ડ્રાઇવરો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી કાયદાની ઐસીતૈસી કરતા નજરે પડી રહ્યા છે.

મોટા ભાગની એસટી બસમાં સીટ બેલ્ટ બાંધવામાં જ નથી આવતો. એસટી બસમાં સીટ બેલ્ટ જાણે કે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. તો બસમાં પીયુસી અને દસ્તાવેજોના પણ કોઇ ઠેકાણા નથી હોતા. જેના કારણે ખખડધજ એસ.ટી. બસોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો પર સતત મોત ઝળુંબી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે શું સરકારને નવા નિયમો લાગુ નથી પડતા. કેટલીક એસટી બસના ડ્રાઈવરોએ જણાવ્યું પણ ખરું કે, તેમના સીટ બેલ્ટ લોક થઈ ગયા છે. તો કેટલાક લોકોએ કહ્યું કે એસટીમાં સીટ બેલ્ટ જ નથી.

સામાન્ય વાહનચાલકો પર દંડનો દંડો ઉગામતી સરકાર એસ.ટી વિભાગ સામે કોઇ પગલાં નથી લેતી. જો કે આ માટે એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે. ઉચ્ચ અધિકારીઓએ ટ્રાફિકના નવા નિયમોની જાગૃતિ અંગે કોઇ કામ જ નથી કર્યું. ત્યારે સરકાર પ્રજાને જાગૃત કરતા પહેલા પોતાના વિભાગોને નવા નિયમો અંગે વાકેફ કરે તેવો સૂર પ્રજામાં ઉઠી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!