GSTV
Home » News » ખોટી અફવા ફેલાવનાર વ્યક્તિ સામે રાજદ્રોહને કેસ, જાણો શું છે મામલો…

ખોટી અફવા ફેલાવનાર વ્યક્તિ સામે રાજદ્રોહને કેસ, જાણો શું છે મામલો…

વીજળી કાપ મામલે છત્તીસગઢ સરકાર, વીજળી કંપની અને ઇન્વર્ટર બનાવતી કંપની વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવતા એક વ્યક્તિ પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ આરોપી વ્યક્તિના સમર્થનમાં ભાજપના નેતા આવ્યા છે. છત્તીસગઢમાં હાલ કોંગ્રેસ શાસિત સરકાર છે. જ્યાં રાજનાંધગાંવ જિલ્લાના મુસરા ડૉગરગઢના રહેવાસી માંગેલાલ અગ્રવાલ નામના એક વ્યક્તિએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો.

જેમાં માંગેલાલ અગ્રવાલ વારંવાર વીજળી કાપ મુકાવા મામલે આક્ષેપ કરતા હતાં કે રાજ્ય સરકાર અને વીજળી કંપની એક ઇન્વર્ટર બનાવતી કંપની સાથે મળીને વીજકાપ કરી રહી છે. જેથી વીજકાપ દરમિયાન ઇન્વર્ટરની જરૂર પડે અને તેને બનાવતી કંપનીનો ધંધો ચાલુ રહે. છત્તાગઢની સરકારે આ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે.

જ્યારે વીજ કંપની દ્રારા આ આક્ષેપો મામલે માંગેલાલ અગ્રવાલ વિરૂચ્ઠુ આઇપીસી હેઠળ રાજદ્રોહની કલમ 124 (એ) અને સરકાર વિરૂદ્ધ દુષ્પ્રચારની કલમ 505/1/2 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામવે ઇત્તીગઢના પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય અજય ચંદ્રાકરે કહ્યું કે કૌગ્રેસની સરકારનો આ નિર્ણય કટોકટીની સ્થિતિ તરફ લઇ જઇ રહ્યો છે, જે કોંગ્રેસના લોહીમાં છે. અમે તેનો વિરોધ કરીશું. અમે લોકો માટે લડીશું અને જેલમાં જવું પડે તો પણ જઇશું.

READ ALSO

Related posts

મોદી સરકારનાં આ મંત્રી બોલ્યા કે અમે કાયમી ધોરણે MANREGA યોજના ચલાવવા માગતા નથી

Riyaz Parmar

નફ્ફટ પાકને વધુ એક લપડાક, ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ હાર્યા બાદ ચુકવવા પડશે આટલા હજાર કરોડનો દંડ

Bansari

ભાવનગર મનપાની ટીમે મંદિર તોડી પાડતા સ્થાનિકો લોકોએ મચાવ્યો હોબાળો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!