GSTV
Cricket Cricket World Cup 2023 Photos Sports Trending ટોપ સ્ટોરી

Worldcup 2023 Final: ભારત-ઓસ્ટ્રેલિયાના કેપ્ટનોએ વર્લ્ડકપ ટ્રોફી સાથે અડાલજની વાવમાં કરાવ્યું ખાસ ફોટોશૂટ, જુઓ PHOTOS

અમદાવાદના આંગણે વર્લ્ડકપનો ફિવર જામ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઈનલ મેચ અગાઉ બંને ટીમોનું ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્રખ્યાત અડાલજની વાવ ખાતે બંને ટીમના કેપ્ટન અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ખાસ ફોટોશૂટ આઈસીસી દ્વારા યોજાયું હતું. બંને દેશોની ટીમના પ્લેયરોએ પુરાતત્વીય એવી વર્ષો જૂની હેરિટેજ વાવ ખાતે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું.

અમદાવાદમાં રમાનારી ફાઈનલ મેચ અગાઉ બંને ટીમોનું ખાસ ફોટોશૂટ સેશન યોજાયું હતું. અડાલજ ખાતે વર્લ્ડકપ ટ્રોપી સાથે બંને ટીમને કેપ્ટન રોહિત શર્મા તેમજ પેટ કમિન્સને ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું.

આ પણ વાંચોઃ Worldcup 2023 Final: અમદાવાદમાં કેવી હશે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલ મેચની પિચ, કઇ ટીમને થશે ફાયદો

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર વન-ડે વર્લ્ડકપની ફાઈનલ મેચનું કાઉન્ડડાઉન શરૂ થઈ ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ જોવા પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે. બીજી તરફ આ મેચને યાદગાર બનાવવા માટે ચાર ભાગમાં ફાઈનલ સેરેમની યોજાશે. જેનો કાર્યક્રમ પણ સામે આવી ગયો છે.

આ કાર્યક્રમ અંતર્ગત સૌ પ્રથમ ઈન્ડિયન એરફોર્સની ટીમ 10 મિનિટ સુધી એર શો કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર એકસાથે 9 હોક્સ ઉડાન ભરશે. વર્ટિકલ એરોબિક શો પ્રદર્શિત કરશે.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV