GSTV

કેનેડાની આ કંપનીએ પ્લાસ્ટિકનાં કચરાનો શોધ્યો વિકલ્પ, ફર્નિચરથી લઈને ઈમારતમાં પણ થશે વપરાશ

વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટીકની શોધ એક આશાવાદનાં રૂપમાં કરી હતી. પરંતુ તેનાં વધતા ઉપયોગ અને તેનાથી સર્જાતા વેસ્ટ કચરાથી પ્રદુષણ વધી રહ્યું છે. જ્યારે તેનાં વધુ પડતા કચરાને કારણે જીવસૃષ્ટી પર ખતરો બની રહ્યો છે. મનુષ્યનાં વરદાન રૂપી આ પ્લાસ્ટીક હવે શ્રાપ રૂપ બની રહ્યો છે. લગભગ વિશ્વમાં પ્લાસ્ટીકનો લાખો ટનનો વેસ્ટ સર્જાય છે. પરંતુ તેનાં નિકાલ પ્રત્યે તમામ પ્રકારનાં જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. તેનાથી દુનિયાનાં ઘણા દેશો અત્યંત ચિંતિત છે. આ વેસ્ટનાં રિસાયકલ માટે વિવિધ પ્રકારનાં અને નવા નવા પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ દરમિયાન કેનેડાની એક કંપનીએ પ્લાસ્ટિકનાં કચરાના રિસાઈકલનો એક અનોખો વિકલ્પ તૈયાર કર્યો છે. આ કંપની પ્લાસ્ટિકનાં કચરાને રીસાઈકલ કરીને લાકડાનાં રૂપમાં રૂપાંતર કરે છે.

કેનેડાની નોવા સ્કોટિયા પ્રાન્તની હોલીફેક્સમાં કુલ 80 ટકા પ્લાસ્ટિકનાં કચરાને ફક્ત એક કંપની દ્રારા રિસાયકલ કરવામાં આવે છે. ગુડવુડ નામની આ કંપની પ્લાસ્ટિકનાં કચરાને લાકડાનાં સ્વરૂપમાં ફેરવે છે. જેનો વપરાશ બિલ્ડિંગ બ્લોક બનાવવામાં આવે છે. લાકડાની જેમજ આ બ્લોકમાં ડ્રીલની સાથે સાથે ખીલી પણ ઠોકી શકો છો..

હોલીફેક્સનાં પ્રાન્તિય વિધાયક કંપની આ પ્રયાસથી અત્યંત ખુશ છે અને તેઓ તેમની બેવડી સફળતા માને છે. પ્લાસ્ટિક કચરાનાં નિવારણની સાથે સાથે લાકડાનો વિક્લિપ પણ મળવાથી વૃક્ષોનાં નિકંદન પર પણ રોકથામ લાગશે. ગયા વર્ષનાં ડિસેમ્બર મહિનાનાં જ કંપનીએ પોતાનું નામ ગુડવુડ રાખ્યું હતું.

આ કંપનીએ સોબે ગ્રોસરી સ્ટોર સાથે મળીને એક એવો પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે કે તે પ્લાસ્ટિકનાં કચરાથી બનેલો છે. કંપનીની પાસે વધુમાં વધુ આવતો કચરો પ્લાસ્ટિકની થેલીનાં સ્વરૂપમાં આવે છે. માઈક ચેસીનાં જણાવ્યા મુજબ પ્લાસ્ટિકનો વપરાશ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાશે નહી.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!