રાજ્યમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા બાદ ગુજરાત છોડી ગયેલા પરપ્રાંતિયોને ગુજરાત પાછા લાવવાના પ્રયાસ તેજ થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પરપ્રાંતીયોને ગુજરાત પરત લાવવાની જવાબદારી ગૃહ વિભાગે પોલીસને સોંપી છે. રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોમાંથી ગુજરાત છોડીને ગયેલા તમામને પોલીસ પરત લાવશે. આ માટે ગુજરાત પોલીસ અન્ય રાજ્યની લોકલ પોલીસના સંપર્કમાં છે. પોલીસની અમુક ટીમ પણ બીજા રાજ્યમાં જઈને લોકોને પરત લાવી રહી છે. ડીજીપીની સૂચનાથી બીજા રાજ્યની લોકલ પોલીસ ગુજરાત છોડીને પરત આવેલા લોકોને સમજાવી રહી છે.