GSTV
Home » News » અમદાવાદમાં રખડતી ગાયો પકડવાના અભિયાનનું સુરસુરિયું, સ્થિતિ જૈસે થે

અમદાવાદમાં રખડતી ગાયો પકડવાના અભિયાનનું સુરસુરિયું, સ્થિતિ જૈસે થે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા રસ્તે રખડતી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આજે પણ શહેર ના માર્ગી પર મોટા પાયે ગાયો રખડતી જોવા મળે છે. અમદાવાદને રખડતી ગાયો મુક્ત કરવાનું અભિયાન પાણીમાં બેસી ગયું છે. ઓઢવ, નિકોલ, વિરાટનગર, રાયપુર જેવા વિસ્તારમાં ગાયો રસ્તા પર જોવા મળે છે. આ અંગે તંત્રનું કહેવું છે કે ગાયો પકડવાની કામગીરી ચાલુ છે. કયાંક કચાસ હશે તો ધ્યાન દોરવામાં આવશે.

રસ્તા પરની ગાય દ્વારા બે વ્યક્તિને અડફેટે લીધા બાદ કોર્પોરેશનનું ઢોર અંકુશ ખાતું જાગ્યું હતું. અને શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેસ હાથ ધરાઈ હતી. ઓઢવમાં આ બાબતે માલધારીઓ, કોર્પોરેશન અને પોલીસ ટીમ સાથે બબાલ થઇ હતી. કમિશનર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે રખડતી ગાયો સામે કોઈપણ હિસાબે કાર્યવાહી થશે અને શહેરને રખડતી ગાયો મુકત કરાશે.

આરંભે શૂરા કહેવત અમદાવાદ કોર્પોરેશનને લાગુ પડે છે. કોઈપણ અભિયાન શરૂ કરવામાં આવે છે. પણ થોડા સમય પછી તેનું સુરસુરિયું થઇ જાય છે. સુત્રનું માનીએ તો કોર્પોરેશનમાં હપ્તારાજ ચાલે છે. દર મહિને 1થી 2 હજારનો હપ્તો વસુલવામાં આવે છે. હવે શહેર રખડતી ગાયોથી મુક્ત ક્યારે થશે. તે જોવું રહ્યુ.

READ ALSO

Related posts

ખંભીસર ગામે અનુસુચિત જાતિના વરઘોડામાં થયેલી બબાલ મામલે હાઈકોર્ટે આરોપીઓને આપ્યો ઝટકો

Nilesh Jethva

થોડા મહિનામા હેડ ટીચરના બદલીના નીયમોમાં થશે ફેરફાર, સરકારે આપ્યો આ સંકેત

Nilesh Jethva

સ્યૂસાઇડ નોટ લખીને લાપતા થયેલા અમદાવાદના બે કોન્સ્ટેબલના પરિવારોએ કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!