GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

બુલેટટ્રેનનું સપનું થવા જઇ રહ્યું છે સાકાર, ગુજરાતમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરાશે પરીક્ષણ

દેશમાં બુલેટટ્રેનનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ પ્રગતિ પર છે. નેશનલ રેલ કોર્પોરેશન અનુસાર બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 19 પુલ બનાવવામાં આવશે. આ પુલને કોંક્રીટ દ્વારા બનાવવામાં આવશે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણી પહેલાં રાજ્યમાં બુલેટ ટ્રેન કૉરિડોરના નિર્માણે સ્પીડ પણ પકડી લીધી છે. મંત્રાલય દ્વારા રોજ આ પરીયોજનાનું એપડેટ લેવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનનું પરિક્ષણ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે, જે બાદ 2026માં ગુજરાતનાં બિલિમોરા અને સુરત વચ્ચે પરિક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય સેક્શન પરીક્ષણ કરવામાં આવશે.

જનરલ મેનેજર સિંધુધર શાસ્ત્રીએ જણાવ્યુ કે, આ પુલ ખૂબ જ મજબૂત હશે, જેનું આયુષ્ય 100 વર્ષનું હશે. ગુજરાતના સાબરમતી-વાપીના 352 કિલોમીટરના કોરિડોર વચ્ચે દર મહિને 200થી 250 પિલ્લરો બનાવવામાં આવી રહ્યાં છે. દેશમાં બનવા જઇ રહેલ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કુલ 8 હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનોમાં સૂરત, વડોદરા, અમદાવાદનું નિર્માણ 2024 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સાબરમતી, ઘાઘર, માહી, દમગંગા, તાપી વગેરે નદી પર કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યાં છે.

બે રીતની હશે આ બુલેટટ્રેન

બુલેટ ટ્રેન બે રીતની હશે, એક હશે જે ખૂબ ઓછા સ્ટેશનો પર રોકાશે અને બીજી 12 સ્ટેશન પર રોકાશે. હાઇસ્પીડ રેલની સ્પીડ 320 કિમી પ્રતિકલાક હશે. જ્યારે સીમિત સ્ટેશનવાળી ટ્રેન અમદાવાદથી મુંબઇના અંતરને બે કલાકમાં પૂર્ણ કરશે. 508 કિમીના હાઇસ્પીડ રેલ કૉરિડોરનો 155 કિમી મહારાષ્ટ્ર, 4.3 કિમી કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી અને 348 કિમી હિસ્સો ગુજરાતમાં છે. સાબરમતી સ્ટેશન પર પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવશે, જ્યાં બે મેટ્રો સ્ટેશન પણ હશે. રેલ્વે મેટ્રો, રોડ પરિવહન માટે આ મલ્ટી મોડેલ હબ બનાવવામાં આવશે. અમદાવાદમાં 11-12 પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવશે.

READ ALSO:

Related posts

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil

મોટા સમાચાર / ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યની તમામ જેલોમાં ગેરકાયદે પ્રવૃત્તિ મામલે દરોડા

Nakulsinh Gohil

અમદાવાદ / કાશ્મીર પોલીસે ધરપકડ કરતાં જ મહાઠગ કિરણ પટેલ સામે ફરિયાદો શરૂ, ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર ફરિયાદ થઈ હોવાનો દાવો

Nakulsinh Gohil
GSTV