અમદાવાદના બિલ્ડરે પોલીસ સામે પગલાં ભરવા માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા

અમદાવાદ સહિત રાજ્યમાં ઘણા સ્થળો પર રેસિડેન્સિયલ અને કોમર્શિયલ સ્કીમો મુકાનારા બિલ્ડર આશિષ શાહે પોલીસ વિરુદ્ધ પગલ ભરવા હાઈકોર્ટમાં રિટ કરી છે. આશિષ શાહ અને તેમના પત્ની બિનિતા શાહ તથા અન્ય એ હાઈકોર્ટમાં રીટ કરીને જણાવ્યુ છે કે, અરજદાર પ્રતિષ્ઠીત બિલ્ડર છે.તેઓએ આરોપ લગાવ્યો છે કે, ચાંદખેડા પોલીસ મથકમાં જેતરામ કુંપાવત નામના વ્યક્તિએ તેઓ વિરુદ્ધ નોંધાવેલી 64 લાખની છેતરપિંડીઅને વિશ્વાસઘાતની બનાવટી અને ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. જેતરામ 2014થી તેઓની સાથે કામ કરતા હતા અને તેમને ચુકવવામાં આવતી રકમ કે ભાવના દર અંગે ક્યારેય રજુઆત કરી ન હતી. તેઓ સાથે કોઈ કરાર પણ કરાયો ન હતો. સમગ્ર બાબત દિવાની સ્વરૂપની હોવા છતાં પોલીસે સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાને વિચારણામાં લીધા વિના એફઆઈઆર નોંધી છે. દિવાની બાબતને ફોજદારી રૂપ આપી સત્તાનો દુરઉપયોગ કરાયાનો પણ બિલ્ડરે આક્ષેપ કર્યો છે.

બિલ્ડર આશિષ શાહે આક્ષેપ કરતા કહ્યુ છે કે, પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર અમિત વિશ્વકર્માએ સુપ્રીમ કોર્ટની લલિતા કુમારી અને અર્નેશ કુમારના કેસમાં આપેલી માર્ગદર્શિકાનો ભંગ કરીને ફરિયાદ નોંધી છે. તેમણે તેજશ પટેલ નામના શખ્સ પર પણ આરોપ લગાવ્યો છે અને કહ્યુ કે તેઓ અરજદાર પાસેથી પૈસા પડાવવા મથે છે. તેઓએ જ કેટલાક સિનિયર પોલીસ અધિકારીઓની મદદથી વગ અને પ્રલોભન દ્વારા ફરિયાદ નોંધાવ્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે..આ કેસમાં સાબરમતિ પોલિસે પણ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકા ભજવ છે. તેજસ પટેલ સાબરમતિ પોલિસ સ્ટેશનમાં પાંચ કલાક રહ્યો હતો તેને કોઇ ઇજા થઇ ન હોવા છતાં તેને પાંચ કલાક બાદ એકાએક ખોટા કાગળો ઊભા કરવા સિવિલમાં દાખલ કરી દેવાયો હતો. શાહે જણાવ્યું છે કે, તેજસ પટેલના સાબરમતિ પોલિસ સ્ટેશનમાં રાખ્યો તેના ફૂટેજ જાહેર કરે તો પણ 307ની ફરિયાદ ખોટી દાખલ કરાઇ છે તે સ્પષ્ટ થઇ જશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter