ભારતમાં સસ્તી, સુંદર અને જોરદાર માઈલેજવાળી કારને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ જ કારણ છે કે મોટી નિર્માતા કંપનીઓ ભારતમાં તેમના સસ્તા વાહનો લોન્ચ કરે છે, આમાં પણ અન્ય કારની સરખામણીમાં હેચબેકને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સિવાય પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને જોઈને લોકો હવે પાવરફુલ કાર કરતાં વધુ સારી માઈલેજવાળી કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો જો તમે પણ પેટ્રોલના ખર્ચની ચિંતા કરવા લાગ્યા છો અને કાર ખરીદવાનું તમારું બજેટ પણ ઓછુ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અહીં અમે ભારતની સૌથી વધુ વેચાતી કાર વિશે જણાવી રહ્યા છીએ, જેની કિંમત 5-6 લાખ રૂપિયાની વચ્ચે છે.
મારુતિ સુઝુકી વેગનઆર

Maruti Suzuki ની WagonRને તેની કિંમત, માઇલેજ અને પુષ્કળ કેબિન સ્પેસને કારણે તેની શરૂઆતથી જ ખૂબ પસંદ કરવામાં આવી છે. કાર સાથે 341-લીટરની બુટસ્પેસ આપવામાં આવી છે. તેમાં 1.0-લિટર એન્જિન આપવામાં આવ્યું છે જે 67 Bhp પાવર અને 90 Nm પીક ટોર્ક બનાવે છે, બીજું 1.2-લિટર પેટ્રોલ એન્જિન જે 82 Bhp પાવર અને 113 Nm પીક ટોર્ક બનાવે છે. બંને એન્જિન વિકલ્પો 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. આ કારની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 4.93 લાખ રૂપિયા છે.
ટાટા ટિયાગો

Tata Tiago એક એવી કાર છે જે સામાન્ય રીતે ગ્રાહકોના બજેટમાં આવે છે અને તે 4-સ્ટાર સિક્યોરિટી રેટિંગ સાથે ભારતની સૌથી સુરક્ષિત કાર બની ગઈ છે. તેમાં 1.2-લિટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 85 bhp પાવર અને 113 Nm પીક ટોર્ક બનાવે છે અને કંપનીએ આ એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. ટાટા મોટર્સે ટિયાગોની સાથે આ બજેટ પ્રમાણે ઘણા બધા ફીચર્સ આપ્યા છે. કારની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ રૂપિયા છે.
હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 નિઑસ

હ્યુન્ડાઈની આ કાર ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને તે રૂ. 6 લાખથી ઓછી કિંમતની ખૂબ જ સારી પ્રીમિયમ હેચબેક છે. આ કારમાં દમદાર લુક સાથે અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ આ કાર સાથે ચાર એન્જિન વિકલ્પો આપ્યા છે, જેમાં નેચરલી એસ્પિરેટેડ, ટર્બો પેટ્રોલ, CNG અને ડીઝલ એન્જિનનો સમાવેશ થાય છે. જો કે, રૂ. 6 લાખના બજેટમાં આવનાર મોડલ સાથે 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 82 bhp પાવર અને 114 Nm પીક ટોર્ક બનાવે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.29 લાખ રૂપિયા છે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ LXI

આ બજેટમાં ખૂબ જ લોકપ્રિય સ્વિફ્ટ હેચબેક પણ આવે છે જેનું LXI વેરિઅન્ટ તમે પસંદ કરી શકો છો. મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી હેચબેકમાંથી એક સ્વિફ્ટમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 88 Bhp પાવર અને 113 Nm પીક ટોર્ક બનાવે છે. કંપનીએ કારના એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યું છે. કારના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ LXI સાથે, કંપનીએ ઘણી સુવિધાઓ આપી છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 5.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
ટાટા અલ્ટ્રોઝ

Tata Altroz એ 5 સ્ટાર રેટિંગ સાથે ભારતમાં સૌથી સુરક્ષિત હેચબેક છે. Tata Altroz XEનું એન્ટ્રી લેવલ વેરિઅન્ટ 6 લાખના બજેટમાં ઉપલબ્ધ છે, જે ઘણા બધા ફીચર્સથી સજ્જ છે. કારમાં 1.2-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 85 bhp પાવર અને 113 Nm પીક ટોર્ક બનાવે છે અને કંપનીએ આ એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપ્યું છે. અહીં તમે બજેટમાં થોડો વધારો કરીને રિધમ પેક વાળા ફીચર્સ પણ મળે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 5.85 લાખ રૂપિયા છે.
મારુતિ સુઝુકી બલેનો

બલેનો પ્રીમિયમ હેચબેક, મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે જે, બરાબર રૂ. 6 લાખના બજેટમાં આવે છે. બલેનોનું સૌથી સસ્તું સિગ્મા વેરિઅન્ટ આ કિંમતમાં ખરીદી શકાય છે, જેની સાથે કંપનીએ 1.2-લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 88 Bhp પાવર અને 113 Nm પીક ટોર્ક બનાવે છે અને તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવે છે. મારુતિ સુઝુકી બલેનો સિગ્માની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયા છે.
Read Also
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ
- બિહારમાં મહાગઠબંધન સરકારનું કેબિનેટ વિસ્તરણ / જેડીયુ-આરજેડી સહિતના 35થી વધુ સભ્યો હોવાની સંભાવના, આ તારીખે થશે ફ્લોર ટેસ્ટ