GSTV
Home » News » આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, આ બે મુદ્દા પર રહેશે સમગ્ર ભારતની નજર

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, આ બે મુદ્દા પર રહેશે સમગ્ર ભારતની નજર

દેશમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યુ છે. બજેટ સત્ર પહેલા પીએમ મોદી મીડિયાને સંબોધન કરશે. જે બાદ પ્રોટમ સ્પિકર પીએમ મોદી સહિત નવા ચૂંટાયેલા તમામ સાંસદોને શપથગ્રહણ કરાવશે. સંસદનું બજેટ સત્ર 39 દિવસ સુધી ચાલવાનું છે જેમા ત્રણ તલાક સહિત જમ્મુ કાશ્મીર અનામત બિલ અંગે ચર્ચા થવાની છે.

આ ઉપરાંત આધાર અને અન્ય કાનૂન બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ અને વિશેષ આર્થિક ક્ષેત્રના બિલ સંસદમાં રજૂ થવાના છે અને તે અંગે ચર્ચા પણ થવાની છે. સંસદના સત્રમાં વિપક્ષે બેરોજગારી અને મહિલા સુરક્ષા મુદ્દે ચર્ચા કરવાની પણ માગ કરી છે. ત્યારે સત્રમાં ચાર જુલાઈના રોજ આર્થિક સર્વેક્ષણ અને પાંચમી જુલાઈએ પહેલીવાર સરકારનું કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. જેમા સરકાર વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરશે. જ્યારે આ વખતે સરકાર બજેટમાં કૃષિ ક્ષેત્ર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

READ ALSO

Related posts

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur

શિયાળે વાદળો છવાયા : આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં મેેઘરાજા બનશે મૂશળધાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!