GSTV
Uncategorized

બસપા પક્ષમાં મચ્યો ઉત્પાત, પાર્ટી પર ટિકિટના બદલામાં ૫૦ લાખ માંગ્યાનો નેતાએ લગાવ્યો આક્ષેપ

બસપા તરફથી ટિકિટના દાવેદાર એવા એક નેતાએ પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. બસપા નેતા અરશદ રાણાએ પાર્ટી પર ટિકિટના બદલામાં ૫૦ લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે. યુપીમાં આગામી મહિનાથી સાત તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા તમામ પાર્ટીઓ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. આ દરમિયાન બસપાના એક નેતાએ ટિકિટ ન મળવાના કારણે પાર્ટી પર મોટા આક્ષેપો કર્યા હતા. ટિકિટ ન મળવાથી અરશદ રાણા એકદમ નારાજ દેખાતો રડતો વીડિયો સામે આવ્યો હતો.

4.5 લાખ ચૂકવ્યા, 50 લાખની કરે છે માંગણી :

બસપા નેતા અરશદ રાણાએ કહ્યું કે, “હું 24 વર્ષથી કામ કરી રહ્યો છું, વર્ષ 2018માં (2022ની યુપી ચૂંટણી માટે) ચાર્ચવાલ બેઠક પરથી ઔપચારિક રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી હું પાર્ટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે. મેં લગભગ ૪.૫ લાખ રૂપિયા ચૂકવી દીધા છે.”

બસપા નેતા પોલીસની સામે રડતા જોવા મળ્યા :

વાસ્તવમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ પાર્ટીની ટિકિટને લઈને તણાવ અને નાટક પણ શરૂ થઈ ગયું છે. મુઝફ્ફરનગરમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના નેતા અરશદ રાણા ચાર્થવાલ બેઠક પરથી ટિકિટ મેળવવામાં નિષ્ફળ ગયા બાદ કોટવાલી શહેરમાં રડતા જોવા મળ્યા હતા. પોલીસ સમક્ષ રડતાં રડતાં અરશદ રાણાએ આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ બે વર્ષ પહેલાં ટિકિટ માટે 67 લાખ રૂપિયાની માંગ કરી હતી પરંતુ તેમની જાણ બહાર જ તેમની ટિકિટ કાપી નાખવામાં આવી હતી.

બસપાએ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી સૈયદના પુત્ર સલમાન સૈયદને મેદાનમાં ઉતાર્યા:

ઉલ્લેખનીય છે કે, ચાર્ટવાલ વિધાનસભા મત વિસ્તારના દધેડુ ગામના રહેવાસી અરશદ રાણા લાંબા સમયથી બસપામાં સક્રિય છે. તેમની પત્નીએ જિલ્લા પંચાયતના સભ્ય પદ માટે બસપામાંથી પણ ચૂંટણી લડી હતી. રાણા લાંબા સમયથી પાર્ટીની ટિકિટ મેળવવાની આશાસાથે ચાર્ટવાલ બેઠક પરથી બસપા તરફથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો.

જોકે એક દિવસ અગાઉ બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કર્યું હતું કે પાર્ટીએ સલમાન સૈયદને ચરથવાલ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. સલમાન સૈયદ પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અને કોંગ્રેસના નેતા સૈયદઝમાનના પુત્ર છે. આ જાહેરાતથી દુઃખી રાણાએ ફેસબુક પર પોતાની અગ્નિપરીક્ષા વિશે લખ્યું હતું અને બાદમાં તે પોતાના સમર્થકો સાથે શહેર કોતવાલી પહોંચી હતી. તેમણે કહ્યું કે પક્ષના નેતાઓએ તેમનો તમાશો બનાવ્યો હતો અને તેમના પૈસાની માંગ કરી હતી.

Read Also

Related posts

કાલાવડ/ વાલીઓ અને વિદ્યાર્થીઓએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, બેદરકારી દાખવનાર શિક્ષક સામે કાર્યવાહી ન થતા લોકોમાં રોષ

pratikshah

કોમનેમેનને ઝટકો/ વીજળીના તોતિંગ આવશે બિલ, મોદી સરકારે સસ્તી વીજળી આપવામાં હાથ ખંખેર્યા

Damini Patel

નવપરણિત યુગલની એક નાની બેદરકારી-ભૂલ સંબંધને કમજોર બનાવી શકે, સાસરિયા સાથેના સંબંધોમાં ઊભી કરી દે છે કડવાશઃ છોકરીઓ ખાસ વાંચે

Damini Patel
GSTV