GSTV
Home » News » ભાઈને એમ કે મહિલા છે ને કંઈ નહીં બોલે, હાથમાં છરી લઈને ગુપ્તાંગ જ વાઢી નાખ્યું

ભાઈને એમ કે મહિલા છે ને કંઈ નહીં બોલે, હાથમાં છરી લઈને ગુપ્તાંગ જ વાઢી નાખ્યું

હવે તો કોઈક જ દિવસ ખાલી જાય કે આપણે રેપ અને બળાત્કારનાં કેસ સાંભળવા ન મળે. તો સાંભળો એક નવો અને જુદો કિસ્સો. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક મહિલાએ તેને પરેશાન કરી રહેલા એક 27 વર્ષીય યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાએ આ માટે બે અન્ય વ્યક્તિની મદદ લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મંગળવારે રાત્રે થાણેના નંદીવાલી ખાતે આ બનાવ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે પીડિત યુવક અને 42 વર્ષીય મહિલા એક જ વિસ્તારમાં રહે છે. આ કેસમાં પોલીસે મહિલા અને પુરુષની ઓળખ બહાર પાડી નથી.

મહિલાએ પોલીસને જણાવ્યું કે યુવકે છેલ્લા થોડા દિવસોથી તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યો હતો, તેમજ તેનો પીછો કરી રહ્યો હતો. જે બાદમાં મહિલાએ આ યુવકને શબક શીખવવાનું નક્કી કર્યું હતું અને પ્લાન બનાવ્યો હતો. આ માટે મહિલાએ 22 વર્ષીય તેજસ મહાત્રે અને 25 વર્ષીય પ્રવીણ કેનિયાની મદદ લીધી હતી. પ્લાન પ્રમાણે મહિલાએ મંગળવારે રાત્રે યુવકને એક જગ્યા પર બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક મહિલાની બતાવેલી જગ્યા પર પહોંચ્યો ત્યારે તેજસ અને પ્રવીણે તેની સાથે મારપીટ કરી હતી. આ દરમિયાન મહિલાએ યુવકનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.

યુવકને ઘાયલ કર્યા બાદ ત્રણેય ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોને ધ્યાને આ વાત આવતા યુવકને ડોમ્બિવલીની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની ફરિયાદના આધારે પોલીસે મહિલા અને અન્ય બે યુવકોની ધરપકડ કરી છે. ત્રણેયને સ્થાનિક કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

Arohi

વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે The Lion King, કરી આટલા કરોડની કમાણી

Arohi

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!