GSTV

મોહન ભાગવત દિલ્હી હિંસા મામલે એવું ઘણું બોલ્યા કે મોદી સરકાર સમજી જશે કે હવે માપમાં રહેવાનું છે

દિલ્હી હિંસા અંગે મોહન ભાગવતે કડક નિવેદન આપતા કહ્યું દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે બ્રિટિશો પર આરોપ ના લગાવી શકાય. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં ચાલી રહેલા નવા વર્ષ 2020ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા સંઘના પ્રમુખ ભાગવતે કહ્યું કે જો હવે આપણા દેશમાં કંઇક ખોટું થાય છે, તો આપણે તેના માટે બ્રિટિશને દોષી ઠેરવી શકીએ નહીં.

આંબેડકર અને ભગિની નિવેદિતાનો કર્યો ઉલ્લેખ

ભાગવતે તેમના સંબોધનમાં ડૉક્ટર આંબેડકર અને ભગિની નિવેદિતા દ્વારા કહેલી કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કર્યો. મોહન ભાગવતે તેમના ભાષણમાં સામાજિક શિસ્ત પર ભાર મૂક્યો, “આપણે સ્વતંત્ર થઈ ગયા છીએ. હવે રાજકીય રીતે ખંડિત કેમ ના હોઈએ પરંતુ આઝાદી મળી. આજે આપણા દેશમાં આપણું શાસન છે. પરંતુ આ સ્વતંત્રતા ટકી રહે અને રાજ્ય સરળતાથી ચાલે રાખે તે માટે સામાજિક શિસ્ત જરૂરી છે”

આંબેડકરના ભાષણોની વાત મુકી

વધુમાં સંબોધનમાં ભાગવતે આંબેડકરના ભાષણોની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, “સ્વતંત્ર ભારતનું બંધારણ આપતી વખતે સંસદમાં ડોક્ટર આંબેડકર સાહેબનાં બે ભાષણો થયાં હતાં. તેમાં તેમણે જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો તે આ છે હવે આપણા દેશમાં જે કંઈ પણ થશે તેના માટે આપણે જવાબદાર છીએ. હવે કંઇક બાકી છે, જો કાંઈ થયું નહીં, તો કંઈક ઊલટું થયું હોય તો બ્રિટિશ લોકો પર કોઈને દોષી ના ઠેરવી શકાય. તેથી જ હવે આપણે ઘણું વિચારવું પડશે.”

READ ALSO

Related posts

વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી , IMFએ આપી આ ગંભીર ચેતવણી

Karan

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

Bansari

કોરોના પોઝિટીવની સંખ્યા 3100ને પાર : 86નાં મોત થયા, 130 કરોડ લોકો ઘરમાં છતાં કોરોના બની રહી છે મહામારી

Karan
Do NOT follow this link or you will be banned from the site!