GSTV
Gujarat Government Advertisement

વનવિભાગના કારણે મેંદરડા-સાસણ રોડનો બ્રિજ એ સ્થિતિમાં આવી ગયો જે સ્થિતિ ધૂમ-3માં આમીર ખાનની થઈ હતી

Last Updated on October 7, 2019 by Mayur

આમીર ખાનની કરોડોની કમાણી કરી ગયેલી ફિલ્મ ધૂમ 3માં એક દ્રશ્ય હતું. જ્યાં અભિષેક અને ઉદય ચોપરા આમિર ખાનનો પીછો કરતા હોય છે. ચોર બનેલા આમીર માટે ભાગવાના તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા હોય છે. એવા સમયે શિકાગોનો બ્રિજ પણ વચ્ચેથી ખોલી નાખવામાં આવે છે. જેથી હવે ચોરને જવું તો ક્યાં જવું. આ બ્રિજને જે રીતે અડધો ખોલ્યો અદ્દલ તે જ સ્ટાઈલમાં મેંદરડા-સાસણ વચ્ચે આવેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. તસવીરોમાં તે જોઈ શકશો.

બ્રિજ તુટતા ત્રણ કાર ફસાઈ

જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર એક બ્રિજ બેસી ગયો. બ્રિજ તૂટતાં ત્રણ કાર ફસાઈ ગઈ. જોકે આ મોટી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. કારમાં બેસેલા લોકોને ઈજા થઈ. ત્રણથી ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને કારણે અહીંનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. પુલ અચાનક બેસી જતાં તેના કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે.

ધૂમ 3માં શિકાગો બ્રિજ પર આમીર ખાને કરેલો સ્ટન્ટ. જો કે એ બ્રિજ કોઈ પણ સમયે ખુલી અને બંધ થઈ શકે છે.

વન વિભાગે નવો પુલ બનાવવામાં આડોડાઈ કરી હતી

આ મામલે મોટો ખુલાસો થયો છે. નવો પુલ બનાવવામાં વનવિભાગની આડોડાઈ સામે આવી છે. વનવિભાગે નવો પુલ બનાવવાની દરખાસ્ત નામંજૂર કરી હતી. R&B વિભાગે નવો પુલ બનાવવા બે વર્ષ પહેલા દરખાસ્ત કરી હતી. એક તરફ સરકાર પ્રવાસીઓને ગીરમાં આકર્ષવા મોટી મોટી જાહેરાતો કરે છે.

સાસણ મેંદરડાનો 30 વર્ષ જૂનો બ્રિજ. જે ખુલી તો નથી શકતો પણ તૂટી ગમે ત્યારે શકે છે.

વન વિભાગ સામે અનેક પ્રશ્નો ઉઠ્યા

તો બીજી બાજુ વનવિભાગ મુસાફરો માટે જરૂરી સુવિધાઓમાં અડચણરૂપ બને છે. R & B ના હસ્તકના રસ્તા રીપેર કરવા વનવિભાગ મંજૂરી પણ આપતું નથી. વનવિભાગની જંગલીયાત સામે અનેક સવાલો ઉઠ્યા છે. વન વિભાગની આડોડાઇના કારણે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે.

115 ફૂટની લંબાઈ ધરાવતો 30 વર્ષ જૂનો બ્રિજ

જૂનાગઢના મેંદરડા-સાસણ રોડ પર એક બ્રિજ બેસી ગયો. ત્યારે તૂટેલો બ્રિજ 30 વર્ષ જૂનો હતો. જે 115 ફૂટની લંબાઈ ધરાવતો હતો. બ્રિજ તુટવાની ઘટનાને લઈને સરકારે માર્ગ અને મકાન વિભાગ પાસે અહેવાલ માંગ્યો છે. વનવિભાગની મંજૂરી ન મળવાના કારણે નવો પુલ ન બની શક્યો હોવાનું સામે આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના જંગલમાં તથા તેની આસપાસના રસ્તાઓ રીપેરીંગ તથા તેનું નવીનીકરણ કરવામાં વનવિભાગ આડખીલીરૂપ બની રહ્યું હોવાની ચર્ચા છે.

  • મેંદરડા સાસણ પુલ તૂટવાનો મામલો
  • 30 વર્ષ જૂનો પુલ હોવાનું આવ્યો સામે
  • પુલની લંબાઈ છે 115 ફૂટ તેની ઊંડાઈ 30 થી વધુ ફૂટ
  • સરકારે માર્ગ અને મકાન વિભાગ પાસે માંગ્યો અહેવાલ
  • વનવિભાગની મંજૂરી ન મળવાના કારણે નવો પુલ ન બની શક્યો હોવાનું આવ્યું સામે
  • માર્ગ અને મકાન વિભાગના જંગલમાં તથા તેની આસપાસના રસ્તાઓ રીપેરીંગ તથા તેનું નવીનીકરણ કરવામાં વનવિભાગ આડખીલીરૂપ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!