GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

સંતાન નથી થતું એટલે વિધિ કરવી પડશે કહી નરાધમ સસરો પુત્રવધુના શરીરની માલિશ કર્યા બાદ એવું કરતો…

નિકોલ વિસ્તારમાં રહેતી પરિણીતાને સંતાન ન હોવાથી વિધીને બહાને તેની માલિશ કરીછેડતી કરનારા સસરા તથા અન્ય સાસરીયાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ 28 વર્ષની મહિલાના લગ્ન નિકોલ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતા. તેના પરિવારમાંસાસુ સસરા નણંદ અને દિયરનો સમાવેશ થતો હતો.

પરિણીતાને સંતાન ન હોવાથી તારે મારા માબાપ કહે તેમ કરવાનું છે અને વિધી કરવાનું કહે તો પણ કરવા દેવાની છે, એમ કહીને પતિ મારઝુડ કરતો હતો. બીજીતરફ પરિણીતાને તેના સસરા તારી ઉપર કોઈએ કંઈ કરેલ છે જેથી તારી પર વિધી કરવી પડશે  અને તો જ તારે છોકરા થશે, કહીને ઘરના સભ્યો વિધી કરતા હતા.

દરમિયાન પરિણીતાના સસરા રૂમનો દરવાજો બંધ કરીને એકાંતમાં વિધી કરવાને બહાને ચંદન, ઘી, કાળા તલથી માલીશ કરીને છેડતી કરતા હતા. છોકરા ન હોવાથી સાસરીયાઓ પરિણીતાને પિટરમાં મોકલી દેવાની પણ ધમકી આપતા હતા. જેને પગલે કંટાળેલી પરિણીતાએ સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

READ ALSO


Related posts

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, Corona કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah

પગમાં આવા નિશાન દેખાય તો તમને પણ થઇ શકે છે કોરોના, આવા છે ઘાતક વાયરસના નવા લક્ષણો

Bansari

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 લક્ષણો, જાણો તમને કોરોના તો નથીને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!