GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

સુરતમાં યોજાશે અનોખા લગ્ન, મુખ્ય અતિથિનું નામ અને કંકોત્રી જોઈને તમે ચોંકી જશો

લગ્નમાં મહેમાનો અને અતિથિઓ અંગે અનેક વાતો સાંભળી હશે, પરંતુ સાંભળીને આશ્ચર્ય થશે કે સુરતમાં થનાર એક અનોખા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહેશે. આજથી પહેલા સુરતમાં આવા કોઈ લગ્ન થયા નથી કે જેમાં ગાયમાતાને બોલાવવામાં આવી હોય અને એટલું જ નહીં આ ગાયની સાક્ષીમાં વર-વધુ લગ્નગ્રંથિથી જોડાશે.

યોજાશે અનોખા લગ્ન

  • ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાશે
  • લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના ૫,૦૦૦ ગ્લાસ રહેશે
  • બે ગાય માતા અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવશે
  • પાર્ટી પ્લોટની ૧૦૦ મીટર દૂરથી ગાય માતા અને વાછરડાને વરઘોડામાં સામેલ કરાશે
  • લગ્ન મંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવામાં આવશે
  • મહેમાનોને આમંત્રણ માટે સંસ્કૃત ભાષામાં પાંચ પાનાની લગ્ન પત્રિકા લખવામાં આવી
  • કાગળનો વ્યય અટકાવવા માટે ડિજિટલ પત્રિકા થકી પણ મહેમાનોને આમંત્રણ અપાયું

સુરતમાં એક ખાસ લગ્ન થવા જઈ રહ્યા છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૌમાતાની હાજરી રહેશે. એટલું જ નહીં ગૌમાતાની સાક્ષીમાં વર-વધુ સાત ફેરા લેશે. આ ખાસ લગ્નમાં કંકોત્રી પણ ખાસ બનાવામાં આવી છે. એટલે જ કંકોત્રી સંસ્કૃત ભાષામાં લખાયેલી છે. ભટાર રોડ પર અમૃતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિત કુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષા 3 ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાશે. બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે.

જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પાણીગ્રહ વિધિ કરાશે. પર્યાવરણની જાળવણી કરી શકાય તે માટે લગ્નમાં સિંગલ પ્લાસ્ટિક યુઝની સાથે સાથે માટીના પાંચ હજાર ગ્લાસ રહેશે. બે ગાય માતા અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવશે. પાર્ટી પ્લોટની સો મીટર દૂરથી ગાય માતા અને વાછરડાને વરઘોડામાં સામેલ કરાશે. લગ્નમંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવામાં આવશે. ઉપરાંત મહેમાનોને આમંત્રણ માટે સંસ્કૃત ભાષામાં પાંચ પાનાની લગ્ન પત્રિકા લખવામાં આવી છે. કાગળનો વ્યય અટકાવવા માટે ડિજિટલ પત્રિકા થકી પણ મહેમાનોને આમંત્રણ અપાયું છે.

વરરાજા રોહિત ગાડોડિયાએ જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે. મોટાભાગના લગ્ન સમારંભોમાં ફિલ્મી ગીતોની ધૂન વાગતી હોય છે. પરંતુ આ અનોખા લગ્નમાં લોકોને દેશભક્તિ અને સાંસ્કૃતિક ગીતો સાંભળવા મળશે. એટલું જ નહીં લગ્નમાં ચાંદલામાં મળનાર રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરાશે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં બેંકોએ વ્યાજ વસૂલવા વિરુદ્ધ કરાઈ અપીલ, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર તેમજ RBI ને પાઠવી નોટીસ

Harshad Patel

લોકડાઉનના કારણે રીક્ષાચાલકોને ઘર ચલાવવાના પણ ફાંફા, ઉપરથી ફાઈનાન્સ કંપનીઓની ધમકી-હપ્તો નહીં ચુકવો તો લાગશે પેનલ્ટી

Nilesh Jethva

Banana Covid: કોરોના સામે ઝઝૂમી રહ્યા છે દેશ, ખેડૂતોને પરેશાન કરવા આવી વધુ એક બિમારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!