GSTV
Home » News » કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપની ડિઝાઈન કરી તૈયાર

કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ વિશ્વના સૌથી મોટા રેડિયો ટેલિસ્કોપની ડિઝાઈન કરી તૈયાર

કેમ્બ્રિજના વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો રેડિયો ટેલિસ્કોપ સ્ક્વેર કિલોમીટર એરે(એસકેએ)ના ‘બ્રેઈન’ની ડિઝાઈન તૈયાર કરી છે. સંશોધકોએ જણાવ્યું હતું કે, એસકેએનું સંપૂર્ણ નિર્માણ થયા પછી, અવકાશયાત્રી તેની સહાયથી અણધારીરૂપે વિસ્તૃત રીતે આકાશ તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકશે તેમજ કોઈપણ અસ્તિત્વમાં રેહલી સિસ્ટમની સરખામણીએ વધુ ઝડપી ગતિએ તેની સંશોધન કરી શકાશે.

એસકેએના સાયન્સ ડેટા પ્રોસેસર(એસડીપી) કન્સોર્ટિયમએ તેનું એન્જિનિયરિંગની ડિઝાઇન કાર્ય પૂર્ણ કર્યું છે. એસકેએ ટેલીસ્કોપ્સના વિશાળ ડેટાની સમીક્ષા કરવા માટે તૈયાર કરવામાં આવેલા બે સુપર કમ્પ્યુટર્સમાંથી એકની ડિઝાઇન માટે પાંચ વર્ષથી કરવામાં આવેલ કામગીરી પૂર્ણ થવાનો સંકેત આપી રહી છે.

એસકેએ સંસ્થાના એસડીપી પ્રોજેક્ટના મેનજર ડિરેક્ટર મોરિઝિયો મિક્કોલીસે જણાવ્યું હતું કે, અમે અનુમાન કરીએ છીએ કે એસડીપીના કોમ્પ્યુટરની કુલ ક્ષમતા ૨૫૦ પિક્સેલ્સ છે અને આ કોમ્પ્યુટર વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્યુટર આઈબીએમના સમિટ કરતાં ૨૫ ટકા વધુ ઝડપી છે.

READ ALSO

Related posts

મોદીએ ગુજરાતના આ મંદીરમાં કરી પૂજા-અર્ચના, શિશ ઝૂકાવીને આપી દક્ષિણા

Karan

ભારતને યુદ્ધની ધમકી આપનાર પાકના મંત્રીની ખુલી પોલ, કારનાં નાણાં ચૂકવવાનાં છે ફાંફા

Mayur

પ્રધાનમંત્રીના વારાણસીના આ ફેને જે કર્યું તે સાંભળીને તો નરેન્દ્ર મોદી પણ અચંબિત થઈ જશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!