GSTV
Home » News » તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જૂના આમલપાડા, બુધવાડા અને જૂની કુઇલીવેલના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારતા તાપી જિલ્લા એડિશનલ કલેકટર સહીત ફોરેસ્ટ, માર્ગ-મકાન સહિત અન્ય વિભાગના અધિકારીઓ સોનગઢ તાલુકાના આ ત્રણ ગામે દોડી ગયા હતા. ગામમાં પહોંચતા જ ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો. જો કે અધિકારીઓએ ગ્રામજનોને ચૂંટણી બહિષ્કારનો વિચાર છોડી મતદાન કરવા સમજાવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે રોડ રસ્તા ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી..અધિકારીઓની સમજાવટ બાદ ગ્રામજનો મતદાન કરશે કેમ તે જોવુ રહ્યુ.મહત્વનું છે કે આજે પણ ગુજરાતનાં આદિવાસી વિસ્તારોની સ્થિતી જેમની તેમ છે. તેમજ આદિવાસીઓને પીવાનાં પાણીનાં પણ વલખા છે.

READ ALSO

Related posts

મોદીનો વિદેશી મીડિયામાં દબદબો, અખબારોએ ‘મોદી વિજયની’ પ્રશંસાના પુલ બાંધ્યા

Mayur

દેશની સૌથી હોટ સીટમાં સામેલ આ બેઠક પર દર 21 વર્ષે થાય છે કોંગ્રેસની હાર

Nilesh Jethva

વિજય પછી ગર્જયા મોદી ફરીથી આવ્યા છીએ, પરંતુ સંસ્કાર છોડશે નહીં

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!