સરકારી એજન્સીઓ બોલિવૂડમાં ડ્રગ્સની સતત તપાસ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂત કેસ પર ચાલી રહેલી તપાસની વચ્ચે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટનો આજે ચુકાદો આવી શકે છે.આરોપીઓના જામીન અંગે બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં રિયા સિવાય તેનો ભાઈ શૌવિક, અબ્દુલ બાસિત પરિહાર, સૈમ્યુલ મિરાન્ડા, દિપેશ સાવંતની જામીન અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે રિયા અને શોવિકની ન્યાયિક કસ્ટડીમાં 20 ઓક્ટોબર સુધી વધારો કર્યો હતો.
મુંબઈ પોલીસનો મોટો આરોપ

સુશાંત કેસમાં મુંબઈ પોલીસ કમિશનરે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે (CP પરમબીર સિંહ) કહ્યું કે સુશાંત કેસમાં મુંબઇ પોલીસને બદનામ કરવામાં આવી છે. ન્યાયના બહાના હેઠળ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા હતા અને હવે જુઠ્ઠાણા ફેલાવનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે તપાસ ચાલી રહી છે.
તેમણે કહ્યું હતું કે સુશાંત કેસની તપાસમાંથી મુંબઈ પોલીસને હટાવવાની પાછળ એક આયોજિત કાવતરું હતું. મુંબઈ પોલીસ કમિશનરે કહ્યું કે, આ એકાઉન્ટસ દેશ-વિદેશથી ચલાવવામાં આવ્યા હતા. તે જ સમયે, મીડિયાના એક જૂથે પણ ખોટી ઝુંબેશ ચલાવી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસની તપાસમાં કોઈ ખામી ન હતી.
Read Also
- બજેટ 2021: આવકવેરા કલમ 80C હેઠળ કરની મર્યાદા 2.5 લાખ થાય, 2014થી નથી થયો બદલાવ
- PM Kisan: હવે ઘરે બેઠા આ રીતે જોઈ શકશો કોને મળ્યો 2 હજારનો હપ્તો? અહીંયા જુઓ ખેડૂતોની યાદી
- Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં જાણો ટ્રિક
- ખુલાસો/ લોકડાઉનમાં અરબપતિઓની સંપત્તિ અધધધ વધી, ગરીબોને પડ્યા ખાવાના પણ ફાંફા, જાણો શું કહે છે આંકડા
- તેજી સાથે આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સરકાર અને RBIએ નિભાવી મહત્વની ભૂમિકા