GSTV
Home » News » બોલિવુડના આ ખ્યાતનામ સુપરસ્ટાર્સની પહેલી ફિલ્મ ગઈ હતી ફ્લોપ પણ પછી બની ગયા હિન્દી સિનેમાના કિંગ

બોલિવુડના આ ખ્યાતનામ સુપરસ્ટાર્સની પહેલી ફિલ્મ ગઈ હતી ફ્લોપ પણ પછી બની ગયા હિન્દી સિનેમાના કિંગ

આજે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડતો અક્ષય કુમારે ફિલ્મ ‘સૌગંધ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું જે ફ્લોપ સાબિત થઇ હતી. 

કેટરિના કૈફ

બોલીવૂડની ટોપ હિરોઇનોમાંની એક કેટરિનાએ ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘બૂમ’થી કરી હતી જે સુપર ફ્લોપ રહી હતી. 

માધુરી દિક્ષિત

બોલીવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતે ૧૯૮૪માં ‘અબોધ’ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. 

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન આજે બોલીવૂડના મહાનાયક તરીકે જાણીતા છે. તેમની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો છે. પરંતુ તેમની ડેબ્યુ ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’ હતી જે ફ્લોપ નીવડી હતી. 

રણબીર કપૂર

કપૂર ખાનદાનનો નબીરો રણબીર કપૂરનું નામ આજે બોલીવૂડના ટોચના અભિનેતાઓમાં લેવાય છે. તેણે ફિલ્મ ‘ સાંવરિયા’થી કારકિર્દીની શરૂઆત કરી હતી જેને દર્શકોએ પૂરી રીતે નકારી હતી. 

કરીના કપૂર

પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી થયેલી કરીના કપૂરે કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેની ડેબ્યુ ફિલ્મ ‘રિફ્યુજી ‘ હતી જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. 

 સલમાન ખાન

અગણિત ચાહકો ધરાવતો સલમાન ખાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતો હયો છે. પરંતુ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ને દર્શકોએ સ્વીકારી નહોતી. 

ઐશ્વર્યા રાય 

પોતાની સુંદરતા માટે જાણીતી ઐશ્વર્યા રાયે ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે તેની ‘ ઔર પ્યાર હો ગયા ‘ ડેબ્યુ ફિલ્મ હતી જે નિષ્ફળ ગઇ હતી. 

કાજોલ

પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરનારી કાજોલની પ્રથમ ફિલ્મ ‘બેખુદી’ હતી  જે એક  ફ્લોપ ફિલ્મ હતી.

Read Also

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!